ધી આંગળીયા મજદૂર કામદાર સહકારી મંડળી લિ.ને ફડચામાં લઈ જવાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાં ટા :-

જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીની ફડચા અધિકારી તરીકે નિમણૂંક, બાકીદારોને મંડળીનું લેણું ચૂકતે કરવા તાકીદ

જિલ્લા રજિસ્ટ્રારની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગોધરાના અંતિમ આદેશથી ધી આંગળીયા મજૂર કામદાર સહકારી મંડળી લિ., મુ.પો.-આંગળીયા, તા.-ગોધરા, જિલ્લો-પંચમહાલને ફડચામાં લઈ જવામાં આવે છે અને સદરહૂ મંડળીના ફડચા અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ વી.જી. ડામોરની નિમણૂંક કરવામાં આવી છે, જેનો ચાર્જ તેમણે સંભાળી લીધો છે. જેની લાગતા-વળગતા દરેકે નોંધ લેવાની રહેશે અને આ મંડળી પાસે જેમનું જે કાંઈ લેણું હોય તેમણે તેનો હિસાબ અને જરૂરી આધાર-પુરાવા સાથે દિન-15માં નોંધ કરાવવાની રહેશે. જો કોઈ રજૂઆત કરવામાં આવશે નહીં તો મંડળીના દફ્તર મૂજબ જે કાંઈ બાકી હશે તે મુજબ ફડચા મંડળીને આટોપી લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી. મંડળીના બાકીદારોએ મંડળીનું લેણું તુરંત ચૂકતે કરી દેવા યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here