શહેરા તાલુકાના રેણા ગામે એલસીબી પોલીસે ૨,૩૧,૮૪૦ લાખનો દારુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

શહેરા,(પંચમહાલ)ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસની ટીમ દ્વારા શહેરા તાલુકાના રેણા ગામેથી વિદેશી દારુનો જથ્થો સાથે એક આરોપી ઝડપી પાડીને ૨,૩૧,૮૪૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ગુનામાં સડોવાયેલા બે આરોપીઓને વોન્ડેટ જાહેર કરવામા આવ્યા છે.
જીલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ દ્વારા દારુની હેરફેર અને વેચાણની પ્રવૃતિ કરનારાઓ સામે પગલા લેવા સુચનો કરવામા આવ્યા હતા ગોધરા એલ.સી.બી પોલીસના પીઆઈ ડી.એન.ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરા તાલુકાના રેણા ગામે પાણીની ટાંકી પાસે રહેતો જયદિપભાઈ અર્જુનભાઈ પટેલીયા વિદેશી દારુનો જથ્થો મંગાવીને ઘરે સંતાડી રાખ્યો છે.આથી પીએસઆઈ આઈ.એ.સીસોદિયા તથા સ્ટાફ દ્વારા રેઈડ કરતા વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.અને એક આરોપી ઈસમ વિવેક નરેન્દ્રસિંહ શાહ રહે કલોલ જી ગાંધીનગર ને ઝડપી પાડવામા આવ્યો હતો. બે આરોપી જયદિપ પટેલીયા રહે રેણા તા શહેરા તેમજ જાવેદ મેમન રહે આણંદને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે.પોલીસે ૨,૩૧,૮૪૦ લાખનો વિદેશી દારુનો જથ્થો જપ્ત કરીને ત્રણે. આરોપીઓ સામે ગુનો નોઘીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવમા આવી છે. નોધનીય છે કે શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દારુની હેરાફેરી અને વેપલો જાણે સામાન્ય થઈ ગયો હોય તેમ લાગી રહ્યુ છે. થોડા સમય પહેલા જ હાંસાપુર ગામે ઘરમાં ભોયરુ બનાવીને છુપાડી રાખવામા આવેલો દારુનો જથ્થો સ્ટેટ વિજીલન્સ દ્વારા પકડી પાડવામા આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here