ધોરાજીના એક શિક્ષકએ પોતાના ખેતરમાં મલેશિયન લીમડાનું ઉછેર કર્યું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

જિલ્લા ના ધોરાજી ના શિક્ષક પ્રફુલ વઘાસીયા જેઓ માધ્યમિક શાળા ના શિક્ષક છે તેઓ એ લોક ડાઉન માં સમય નો સદ ઉપયોગ કરી અને એમના ખેતર માં મલેશિયન લીમડા નું ઉછેર કર્યું છે અને ખેડૂતો ને પ્રેરણા આપી છે.

કોરોના કાળ દરમ્યાન સર્જાયેલ લોક ડાઉન માં હજારો લોકો બે રોજગાર બન્યા હતા લોક ડાઉન ને કારણે સ્કુલ ટ્યુશન ક્લાસિસ અને અન્ય ધંધા રોજગાર બંધ હતા આવા કપરા સમય માં ધોરાજી ના પ્રફુલ વઘાસીયા નામ ના શિક્ષક એ લોક ડાઉન ની આફત ને અવસર માં બદલી નાખી અને શાળા કોલેજ અને ટ્યુશન કલાસિસ બંધ હોવાને કારણે શિક્ષક એ એમના કીમતી સમય નો વેડફાટ ના થાઈ માટે ખેતી માં સમય વિતાવ્યો પ્રફુલ વઘાસીયા આમ તો શિક્ષક તરીકે છેલ્લા 20 વર્ષ થી ટ્યુશન ક્લાસિસ ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે સાથો સાથ પરંપરાગત રીત્રે તેઓ ખેડૂત પરિવાર માં જન્મ લીધો છે એટલે ખેડૂત પણ છે આમ પ્રફુલ વઘાસીયા એ શાળા કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ હોવાને કારણે તેઓ એ એમના ખેતર. માં વાવેલ મલેશિયન લીમડા ની ખેતી વધુ સમૃદ્ધ બને એની લોક ડાઉન ના સમય ગાળામાં કાળજી રાખી પ્રફુલ વઘાસીયા નું કહેવું છે કે ખેડૂતો એ મલેશિયન લીમડા ની ખેતી તરફ વળવું જોઈ કારણ કે મલેશિયન લીમડો ગ્લોબલ વોર્મિંગ થી બચાવે છે વાતાવરણ શુદ્ધ કરે છે અને સરકાર મલેશિયન લીમડા ની ખેતી કરતા ખેડૂતો ને પ્રોત્સાહન આપે એ જરૂરી છે અને ખેડૂતો ને કાર્બન ક્રેડિટ નો લાભ આપે મલેશિયન લીમડા ના લાકડા નું ઉપયોગ પ્લાયવુડ સીટ બનાવવામાં અને માચીસ ની દીવાસળી અને ફર્નિચર બનાવવા માં ઉપયોગ થાઈ છે અને ગાંધીધામ અને દક્ષિણ ગુજરાત માં આં લીમડા નું લાકડું ખરીદી થાઈ છે પરંતુ પૂરતા ભાવ મળતા નથી જો સરકાર આં લાકડા ની ખરીદી કરે તો ખેડૂતો ને લાકડા ના પૂરતા પોષણ સમ ભાવ મળી રહે અને ખેડૂતો પ્રોત્સાહિત થાઈ પ્રફુલ ભાઈ એ એમના ખેતર માં કુલ ત્રણ એકર માં મલેશિયન લીમડા નું વાવેતર કર્યું છે આમ કુલ 2100 જેટલા મલેશિયન લીમડા નું વાવેતર કરી અને એનું ઉછેર કરી રહ્યા છે મલેશિયન લીમડા ની ખેતી કરતા ખેડૂતો ને સરકાર તરફથી સામાજિક વની કારણ યોજના હેઠળ પ્રતિ વૃક્ષ દીઠ એકવીસ રૂપિયા ની સબસિડી મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here