શહેરા તાલુકાના તાડવા ખાતે વિકસીત ભારત સંકલ્પયાત્રા કાર્યક્રમ યોજાયો…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૫ મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી આરંભરાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે,શહેરા તાલુકાના તાડવા ખાતે વિકસીત ભારત સંકલ્પયાત્રા કાર્યક્રમ યોજાયો હતો.જેમા તાલુકા પંચાયત પ્રમુખ પુજીબેન ચારણસહિત તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ મામલદાર,પ્રાન્ત અધિકારી સહિત હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ સૌકોઈએ નિહાળ્યું હતું તથા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પી.એમ.જે.એ.વાય યોજનાના કાર્ડ,આવાસ યોજના સહિતના લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા. નોધનીય છેકે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, દેશ વિકસિત બને ત્યાં સુધી અને ત્યારબાદ પણ વિકાસ અવિરત પણે થતો રહે તેવો સંકલ્પ આપણે સૌ કરીએ તેવું આહવાન કર્યું હતું. ગુજરાત મોડલને સમગ્ર દેશમાં અપનાવવામાં આવ્યું છે. સર્વાંગી વિકાસના આ મોડેલના આધારે વર્ષ ૨૦૪૭ સુધીમાં સમગ્ર દેશને “વિકસિત ભારત” તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રત્યેક ભારતીયની નેમ છે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓને મળવાપાત્ર તમામ લાભ તેમના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here