શહેરા- તાલુકાના છેવાડે આવેલા કોઠા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે સ્થાનિક ગ્રામીણવાસીઓ પરેશાન

shahera, imran pathan :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના છેવાડા પર આવેલા કોઠા સહિતના આસપાસના ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો પાસે મોબાઈલ છે પણ અહી નેટવર્ક નહી મળતા જરુરી પ્રાથમિક સુવિધાઓ મળવામાં પણ વિક્ષેપ પડી રહી છે. નેટવર્ક ન હોવાને કારણે આરોગ્યલક્ષી 108 સેવા બોલાવી હોય તો પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે સરકારી અનાજ માટે જે અંગુઠો મુકવાનો હોય છે તેમા પણ વિલંબ થાય છે. સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરનારા યુવાનો પણ મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે હેરાન પરેશાન થઈ ગયાછે. સ્થાનિકોનુ કહેવુ છે કે અહી કોઈ ખાનગી કંપની ટાવર નાખી આપે તો અમારી સમસ્યા દુર થઈ જશે તેવી આશા છે.
પંચમહાલ જીલ્લાના છેવાડા પર કોઠા ગામ આવેલુ છે.આ કોઠાની આસપાસ અન્ય ગામો પણ આવેલા છે. આ ગામ જંગલ વિસ્તારોની નજીક આવેલુ છે. આજના આધુનિક યુગમા મોબાઈલ એક મહત્વનું સાધન બની ગયુ છે. પણ આ વિસ્તારના લોકો માટે મોબાઈલ જાણે કોઈ કામનો નથી તેવી પરિસ્થિતી ઉભી થવા પામી છે.વાત એમ છે અહી વિસ્તારમા રહેતા લોકો પાસે સ્માર્ટ ફોન છે. પણ નેટવર્ક નથી.તેના કારણે અહીના લોકો પરેશાન છે.અહી નેટવર્ક ન આવાના કારણ લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સરકારની 108 સેવા આર્શિવાદ રૂપ છે.પણ અહી નેટવર્ક ની સમસ્યા હોવાને કારણે કોઈ અકસ્માત કે પછી પ્રસૃતિના કેસો બને છે,ત્યારે નેટવર્ક નહી આવાના કારણે લોકોને પારાવાર સામનો કરવો પડે છે.અન્ય જગ્યા પર આવીને 108 સેવાને ફોન કરવો પડે છે.સ્પર્ધાત્મક પરિક્ષાઓના વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન વિડિયોના માધ્યમથી તૈયારી કરે છે. પણ નેટવર્કની સમસ્યાને કારણે તેમને શહેરા જેવા નેટવર્ક વાળા એરિયામા જઈ વિડિયોને ડાઉનલોડ કરીને જોવા પડે છે.આ મામલે તત્રને પણ રજુઆત કરવામા આવી હતી પણ કોઈ પરિણામ જોવા મળ્યુ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here