શહેરા તાલુકાના અણીયાદ ક્લસ્ટરની શાળાઓના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શેરી શાળા બનાવી ફળીયામાં જ શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

શહેરા તાલુકાના અણીયાદ ક્લસ્ટરની 14 શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે Covid – 19 મહામારીના સમયે અનોખો પ્રયાસ જોવા મળ્યો. વર્તમાન સમયે વિદ્યાર્થીઓને શાળાએ જવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, શિક્ષણ પર નહીં. શિક્ષણ વિભાગના Home Learning કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી રાખી શિક્ષણ માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારના નેતૃત્વમાં અણીયાદ સી.આર.સી.ભુપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ 85 જેટલા શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે તથા ફળિયામાં જઈ ઘરે શીખીએ, એકમ કસોટી, પાઠય પુસ્તક અને દીક્ષા link વગેરે અણીયાદ ક્લસ્ટરના 12 ફળીયામાં ચાલતા વર્ગોમાં લગભગ 2348 માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષકો દ્વારા ઘરે તથા ફળિયામાં જઈ વ્યક્તિગત પુસ્તકોના આધારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની એક જીવંત પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાલુકા કક્ષાએથી બી.આર.સી.કો.ઓર્ડીનેટર તથા સી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા તેનું મોનીટરીંગ દરમિયાન તેઓ પણ રોજે રોજે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. આ મહામારીના સમયે Covid – 19 ની WHO ની તમામ પ્રકારની ગાઈડલાઈનને અનુસરવામાં આવે છે. તમામ શિક્ષકો માસ્ક તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરી સોસિયલ ડિડસ્ટન્ટ રાખી વાલીઓની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓને વર્તમાન સમયે શિક્ષણ આપી રહ્યા છે. શહેરા તાલુકાની ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ પણ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવીને ઉત્તમ શિક્ષણ મેળવી રહ્યા છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારે સી.આર.સી.અણીયાદ સાથે સીમલેટ કવાલી પ્રા.શાળાના બાળકો માટે ફળિયાઓમાં ચાલતી ફળીયા શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક અને કોવિદ – 19 જન આંદોલન શપથ વિશે માર્ગદર્શન આપી સી.આર.સી.ભુપેન્દ્રસિંહ સોલંકી, આચાર્ય પ્રદીપભાઈ અને તમામ શિક્ષકોની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. કોરોના વોરિયસ તરીકે કામ કરતા તમામ શિક્ષણ પરીવાર તથા સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સ્ટાફને અભિનંદન પાઠવી આગામી દિવસોમાં વધુ આયોજન સાથે ઉત્તમ શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધતા બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here