શહેરા-ગોધરા હાઈવે પર આવેલ બાહી ચોકડી પાસે છકડો પલ્ટી ખાતા ખાડામાં ખાબક્યો,જેમાં એક મહિલાનું મોત જ્યારે ત્રણથી ચાર વ્યક્તિઓને ઈજા

શહેરા.(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા-ગોધરા હાઇવે ઉપર આવેલ બાહી ચોકડી પાસેથી પસાર થતાં એક છકડાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો પલ્ટી જતા છકડો રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબક્યો હતો,આ છકડામાં બેસીને દિવાળીના તહેવાર નિમિત્તે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વેણા ગામનો એક શ્રમજીવી પરિવાર પોતાના વતન જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો,જેમાં રેવાબેન પર્વતભાઈ નાયકા નામની ૪૫ વર્ષીય મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું,જ્યારે છકડા બેઠેલ ત્રણ થી ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી,જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,ઘટનાની જાણ શહેરા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here