શહેરા : ઉન્નતિ વિદ્યાલય બોરીઆ ખાતે 73 મા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મામલતદારની અધ્યક્ષતામાં કરાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના બોરીઆ ગામની ઉન્નતિ વિદ્યાલય બોરીઆ ખાતે 73 મા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શહેરા ડૉ.પૂર્વેશ ડામોરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મામલતદાર શહેરા ડૉ.પૂર્વેશ ડામોર દ્વારા ધ્વજવંદન કર્યા બાદ પ્રાસંગીક ઉદ્દબોધનમાં કોવિડ – 19 અંતર્ગત સૌને વેકસીનેશન તેમજ તેની ગાઈડલાઈન અનુસરવા સૌને જણાવ્યું હતું. આરોગ્ય, શિક્ષણ, પોલીસ, ICDS, રેવન્યુ તેમજ અન્ય વિભાગની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓની ઝાંખી કરાવી હતી. તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તુલસીભાઈ ઠક્કર, બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, CDPO રમીલાબેન ખાંટ, બીટ કેળવણી નિરીક્ષક સરદારભાઈ વણઝારા, પોલીસ સબ ઈન્સપેક્ટર મછાર સાહેબ, સી.આર.સી.સુરપાલસિંહ ગોહિલ, શાળા પરિવાર, અન્ય વિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયત સરપંચ, તેમજ પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ આગેવાનો જોડાયા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here