ભરૂચ દુધધારા ડેરીના ઈતિહાસમાં ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલના તમામ ઉમેદવાર વિજયી

 
 
ડેરી  સંચાલક મંડળ ની 15 બેઠકો પૈકી 14 બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યા બાદ બાકીની જંબુસર બેઠક પર  ચૂંટણી યોજાતાં 15મી બેઠક પણ કબજે કરી

જંબુસર બેઠક ઉપર પેનલના ઉમેદવાર ને 25 મત જયારે હરિફ ઉમેદવારને 11 મત પ્રાપત થયાં

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા  ખેડૂતો તથા દુધ ઉત્પાદકોના અતિ વિશ્વાસુ એવા શ્રી ધનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જેઓએ આજે સહકારી ક્ષેત્રમાં નવો ઈતિહાસ સર્જયો છે. ભરુચ ખાતેની દુધધારા ડેરી ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડુતો દુધ ઉત્પાદકો માટે જીવાદોરી સમાન છે, તયારે તેનો વહીવટ યોગ્ય અને કુશળ વ્યક્તિના હાથમાં સોંપવાનો મન બનાવી દુધધારાના ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલના તમામ ઉમેદવારો વિજયી નિવડ્યા છે. 

દુધધારા ડેરી ભરૂચની કુલ 15 બેઠકોમાંથી 14-બેઠકો  બિનહરીફ કરી હતી, માત્ર એક જંબુસરની બેઠક ઉપર ચુંટણી થયેલ જેમા ધનશ્યામભાઈ જીવાભાઈ પટેલ ચેરમેનની પેનલના ઉમેદવાર જગદીશભાઈ ડાહયાભાઈ પટેલને કુલ દૂધ ઉત્પાદક 36 મંડળીઓ પૈકી 25ના મતો મળ્યા હતા. જયારે તેમના હરિફ ઉમેદવાર દુબે પ્રવિણભાઈ હરિવલલભને 11 મત મળ્યા હતા. જેથી ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારનો ભવ્ય વિજય થયેલ હતો.

દુધધારા ડેરી ભરૂચની ઐતિહાસિક જીત એ તેઓની જીત નથી પરંતુ આ વિજય નર્મદા-ભરૂચ જિલ્લાના બુદ્ધિજીવીઓ, દુધ ધારા ડેરીના સભાસદો તથા જાગૃત ખેડૂતોએ તેમનામાં મુકેલા વિશ્વાસનો વિજય હોવાનું તેઓએ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લાના તમામ કાર્યકરો ખેડૂતો તથા દુધ ધારા ડેરીના સભ્યશ્રીઓને તેઓને ઐતિહાસિક જીત અપાવવા બદલ ઘનશ્યામ પટેલે આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here