વેજલપુરમા ખાતામા પાનકાર્ડ અપડેટ કરાવવાના નામે એપ ડાઉનલોડ કરાવી રૂ ૨.૪૨ લાખની ઠગાઈ

કાલોલ, પંચમહાલ, મુસ્તુફા મીરઝા :-

વેજલપુરના હોળી ચકલામાં રહેતા અને ભાદરોલી ગામે ઈંટોનો ભઠ્ઠો ધરાવતા અબ્દુલ રજાક ઈબ્રાહીમ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના મોબાઇલ ઉપર ગત 12 જુલાઈના રોજ વોટસએપ મેસેજ આવ્યો હતો તેમજ એક્સિસ બેન્ક ની એપ્લિકેશન નો મેસેજ આવ્યો હતો ત્યારબાદ તે જ દિવસે બપોરના સુમારે અન્ય મોબાઈલ નંબરથી તેઓના બીજા નંબર ઉપર ફોન આવ્યો હતો જેમાં એક્સિસ બેન્કમાંથી પંકજ શર્મા બોલું છું તેવી ઓળખ આપી હિંદીમાં વાત કરી તેઓના ખાતામાં પાનકાર્ડ અપડેટ કરવા મેસેજ મોકલ્યો છતા પણ પાનકાર્ડ અપડેટ કરાવેલ નથી તેથી આજે ખાતું ફ્રીજ કરવામાં આવ્યુ છે તેવી વાત કરી હતી જેથી તેઓએ જણાવેલ કે પાનકાર્ડ અપડેટ કેવી રીતે કરવાનું જેથી સામેની વ્યક્તિએ ફોન ચાલુ રાખવાની સૂચના આપી વોટસએપ ઓપન કરાવી તેમ જ તેણે મોકલેલ મેસેજ મુજબ ની એક્સિસ બેન્ક ની લીંક ઇન્સ્ટોલ કરાવી અને લોગીન કરાવ્યું હતું અને મોબાઈલ નંબર નંખાવી તેમજ એક્સિસ બેન્કનો પીન નંબર નંખાવ્યો હતો ત્યારબાદ પાન નંબર તથા જન્મતારીખ ની વિગતો નંખાવી હતી અને કસ્ટમર આઈડી નંબર નંખાવ્યો ઈમેલ આઈડી પણ નખાવ્યું હતુ જેથી લોન લોગઈન સક્સેસફૂલ થયું હતું ત્યારબાદ ફોન ક્ટ થઈ ગયો હતો. થોડીક વારમાં જ તેઓના મોબાઇલમાં બે ટેક્સ મેસેજ આવ્યા હતા જેમાં રૂ ૧,૯૫,૦૦૦/ અને રૂ ૪૨,૫૮૨/ કપાયા હોવાની જાણ કરાઈ હતી જેથી તેઓ તુરંત જ એક્સિસ બેન્ક ની બ્રાન્ચમાં તપાસ કરવા ગયા હતા જ્યાં તેઓને માલમ પડ્યું કે તેઓની સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે તેથી તેઓએ તુરંત જ તેઓનું ખાતું બ્લોક કરાવ્યું હતું અને ૧૯૩૦ નંબર પર સાયબર મા ફરિયાદ કરી હતી ફરીયાદ રજીસ્ટ્રેશન થયા બાદ સાયબર બ્રાન્ચ માંથી તેઓને કહેલ કે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો જેથી તેઓ એ વેજલપુર પોલીસ મથકે પંકજ શર્મા નામના ઈસમ અને મોબાઈલ નંબર ને આધારે ગુનો નોંધાવેલ પોલીસે કોમ્યુનિકેશન ડિવાઇસ તથા કોમ્પ્યુટર રિસોર્સ સાધનો દ્વારા ઠગાઈ નો ગુનો દાખલ કરી વધુ તપાસ સર્કલ પીઆઇ કે પી ખરાડી દ્વારા શરૂ કરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here