વિરમગામની ફલક વ્હોરાએ 97.80 P.R સાથે A ગ્રુપમાં પ્રથમ ક્રમ મેળવી સ્કુલ સહિત સમગ્ર નગરનું નામ રોશન કર્યું

વવ

વિરમગામ, પ્રવાસી પ્રતિનિધિ :-

વિજ્ઞાન પ્રવાહના A ગ્રુપમા ગણિત ના અઘરા વિષય સાથે ફલકે આ સિધ્ધી પ્રાપ્ત કરી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક કાર્ય કર્યું

માર્ચ ૨૦૨૨ માં લેવાયેલ ધોરણ ૧૨ HSC બોર્ડ ની પરીક્ષા ના પરિણામ જાહેર થતા વિરમગામ શહેરમાં પોપટ ચોકડી પાસે આવેલ નવયુગ સ્કૂલ માં અભ્યાસ કરતી અને વિરમગામ શહેર માં માલીવાડ વિસ્તારમાં રહેતા પત્રકાર મુન્નાભાઈ વ્હોરા ની દીકરી ફલક મુનવ્વરહુશેન ( મુન્ના વ્હોરા) એ વિજ્ઞાન પ્રવાહ ના A ગ્રુપમા ૯૭.૮૦ પર્સન્ટાઇલ મેળવી વિરમગામ તાલુકામા અને સ્કૂલ મા પ્રથમ નંબરે આવેલ છે.વિજ્ઞાન પ્રવાહના A ગ્રુપમા ગણિત ના ખુબજ અઘરા વિષય સાથે ફલકે આ સિધ્ધી મેળવી સમગ્ર મુસ્લિમ સમાજ વ્હોરા સમાજ તેમજ પરિવાર સહિત સમગ્ર વિરમગામ નું ગૌરવ વધાર્યું છે ત્યારે દીકરી ના પિતા શ્રી મુન્નાભાઈ વ્હોરા એ જણાવ્યું હતું કે સખત પરિશ્રમ અને અથાગ મેહનત કરી દીકરી વ્હોરા ફલક એ ૯૭.૮૦ PR મેળવી ને વિરમગામ શહેર ની નવયુગ સ્કૂલ તેમજ વિરમગામ શહેર નુ ગૌરવ વધારેલ છે. તેમજ પરિવાર નું નામ રોશન કર્યું છે, ફલક વ્હોરા એ ધોરણ ૧૦મા પણ ઝળહળતુ પરીણામ મેળવી ૯૯.૭૯ પર્સનટાઈલ મેળવેલ હતા.ફલક ના ઉત્કૃષ્ટ પરીણામ થી સમગ્ર પરિવાર માં ખુશી નો માહોલ છવાયો છે અને આ ઉત્કૃષ્ટ પરીણામ થી વિરમગામ શહેરમા દીકરી ફલકે મેળવેલી સિદ્ધિ ને લોકોએ બિરદાવી હતી અને દિવસભર ફોન મેસેજ સહિત ઘેર રૂબરૂ મુબારકબાદી આપવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળયો હતો અને સોશ્યલ મીડિયા પર પણ શુભેચ્છાઓ નો વરસાદ થયો હતો અને શુભેચ્છકોએ દીકરી ફલકને નેક દુવાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here