નર્મદા જીલ્લામાં હોમગાર્ડની ભરતીમાં મોટી સંખ્યામાં બેરોજગારો ઉમટી પડ્યા

રાજપીપલા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા સહિત કેવડીયા ની કુલ 252જગ્યા માટે 3039 ઉમેદવારો એ ભરતી મા ભાગ લીધો !! 38 મહીલા ની જગ્યા માટે 721 મહિલા મેદાન મા

માનદ વેતન વાળી નોકરી મેળવવા માટે પણ આદીવાસી વિસ્તાર માં ભારે ઘસારો

નર્મદા જીલ્લા ના રાજપીપળા સહિત કેવડીયા માં હોમગાર્ડ ની ભરતી પ્રક્રિયા નર્મદા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હરનિશ રાવ અને ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર પાઠક ની દેખરેખ હેઠળ કેવડીયા ખાતે યોજાઇ હતી જેમાં નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડયા હતા. માત્ર માનદ વેતન j આપતી હોમગાર્ડ ની નોકરી મેળવવા મોટી સંખ્યામાં બેરોજગારો આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેણે જીલ્લા માં પ્રવર્તતી બેરોજગારી ને ઉજાગર કરી હતી

નર્મદા જીલ્લા માં વધતા જતા ટ્રાફિક , કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ને અંકુશ મા લેવા તેમજ રાત્રિ બંદોબસ્ત માટે હોમગાર્ડ એક મહત્વ ની કડીરૂપ પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે હોમગાર્ડ ની ભરતી કરવાનો આદેશ મળતા નર્મદા જીલ્લા ના રાજપીપળા માટે 125 પુરુષ અને 20 સ્ત્રી ની જગ્યાઓ તેમજ કેવડીયા માં 89 પુરુષ અને 18 મહિલા ઓ ની મળી કુલ 252 જગ્યાઓ માટે ની ભરતી પ્રક્રિયા કેવડીયા ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં મહિલા ઓ ની માત્ર 38 જગ્યા માટે 721 મહિલાઓ એ તેમજ પુરુષો ની 214 જગ્યા માટે 2318 અરજી ઓ મળી હોવાની માહિતી હોમગાર્દ કમાન્ડન્ટ હરનિશ રાવે આપી હતી.કુલ 252 જગ્યા માટે 3039 ઉમેદવારો માનદ વેતન વાળી નોકરી મેળવવા મેદાન માં ઉતર્યા હતા.

કેવડીયા ના એસ. આર. પી. મેદાન મા નોકરી મેળવવા આવેલ ઉમેદવારો ના દોડ, સહિત છાતી, વજન , ઊંચાઈ સહિત ના ટેસ્ટ લેવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here