વાંકાનેર શ્રી શક્તિપરા પ્રાથમિક શાળાના ધોરણ છ ના 10 વિદ્યાર્થીઓ પ્રાઇમરી શિષ્યવૃતિ પરીક્ષામાં પરીક્ષામાં પાસ

મોરબી, આરીફ દીવાન :-

સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓનું ભાવી ઘડાય તેવા હેતુસર વિવિધ કાર્યક્રમો સાથે સરકારી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત ટેસ્ટ કરાવતા હોય છે ત્યારે તેમાં શિક્ષણ ક્ષેત્રે શબ્દની ઓળખ જ્ઞાનતંતુઓ ની પરખ પૂરી પાડવામાં સરકારી શાળાના ધોરણ છ ના વિદ્યાર્થીઓ એ શાળાનું ગૌરવ વધાર્યું વાંકાનેર તાલુકાના હસનપર ગામ પંચાયતની હદમાં આવેલા શક્તિપરા ખાતેની શ્રી શક્તિ પરા પ્રાથમિક શાળા ના 11 વિદ્યાર્થીઓ ધોરણ છ ના તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવી હતી જે પી. એસ. સી. એટલે કે પ્રાઇમરિ શિષ્યવૃતિ પરીક્ષામાં 11 માંથી 10 વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું ગૌરવ વધ્યું છે ત્યારે નોંધનીય છે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ નું શિક્ષકો પોતાના બાળકની જેમ કાળજીપૂર્વક સંસ્કારી પરિવારિક શબ્દ જ્ઞાન સાથે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં પણ બાળકો દરેક ક્ષેત્રે સફળતાની સીડી પ્રાપત કરે તેવા પ્રયાસો અંતર્ગત વિવિધ કાર્યક્રમો શ્રી શક્તિ પરા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવે છે ત્યારે તેના પરિણામે તે શાળાના વિદ્યાર્થીઓ માં 11 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈને 10 જેટલા વિદ્યાર્થીઓ પાસ થતાં હસનપરા સહિત શક્તિ પરા વિસ્તારમાં હર્ષની લાગણી જન્મી છે 11 વિદ્યાર્થીઓ માંથી(1) હાર્દિક વિજયભાઈ રાતેલીયા(2) કરણ મનોજભાઈ મકવાણા(3) વૈશાલી અશોકભાઈ મકવાણા(4) રોહિત મનીષભાઈ રાઠોડ(5) સત્યમ સંજયભાઈ વાણેશિયા(6) દેવાંગી ઘનશ્યામભાઈ મેસરીયા(7) જયશ્રી રાજેશભાઈ મકવાણા(8) રાધા મેરૂભાઈ બાબરીયા(9) માનસી રાજેશભાઈ પરસોડા(10) ભૂમિકા મુકેશભાઈ ભોજવિયા(11) રામ પિયુષ રામક્રિપાલભાઈ સહિતના વિદ્યાર્થીઓએ સરકાર શ્રી દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં પરીક્ષામાં ધોરણ છ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે માં 10 વિદ્યાર્થીઓ પાસ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે સમગ્ર શ્રી શક્તિપરા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જન્મી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here