વાંકાનેરના મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન પટેલ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના ભવિષ્યનું સિંચન કર્યા બાદ કાયદા તોડ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવામાં પણ ખરા સાબિત થયા..!!!

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

આજના આધુનિક યુગમાં શિક્ષણના શબ્દ સફળતાની સીડી ચડવા માટે ખુબજ જરૂરી છે ત્યારે ભણી ગણીને સફળ થવાની આશાઓની કિરણોને પ્રકાશ આપવો હોય તો નાસીપાસ થયા વગર આત્મનિર્ભર બનવું જોઈએ.. ચઢાવ ઉતારની પરવા કર્યા વગર સંઘર્ષ કરી સફળતાની સીડી જાતે ચડવાની તંદુરસ્તી આપણે પોતે રાખવાની હોય, કોઈના ભરોસે સફળ થયેલ વ્યક્તિ જસનો એકલો ભાગીદાર નથી કહેવાતો સહકાર અને સાથની જરૂર પડે ત્યારે કુવારા હોય તે સમયે માતા પિતા અને પરણ્યા પછી પત્ની કે પતિ સફળતાનો સાથી હોય છે. હા આવું જ કંઈક હાલ વાંકાનેરમાં સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન પટેલનો આછો પરિચય મોટો પ્રકાશ કહી રહ્યો છે, જામનગર જિલ્લા પંથકમાં 1986 જન્મેલા અને બાળપણથી જ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પ્રાપ્ત કરી માતા-પિતાના આશીર્વાદથી સારું શિક્ષણ તેમજ સુચારુ સંસ્કારની સાથે સાથે પોઝિટિવ વિચારધારી મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન પટેલ પોતાની જાતને ભાગ્યશાળી એટલા માટે માને છે કે જે પ્રેમ હુંફ લાડક પ્યાર માતા પિતાના મળ્યા એવી જ રીતે જીવનસાથી વિશાલ ભાઈ કાનાણીના મળ્યા પણ નસીબે લખાયા છે એટલે જ શિક્ષકમાંથી પોલીસ કર્મી સુધીની કામગીરી અંતર્ગત ધર્મિષ્ઠાબેન પટેલના જીવનસાથી વિશાલ ભાઈ કાનાણી જેવો અતિ સમજદાર પરિવારિક વિચારધારા ધરાવતા નાના મોટા વાદવિવાદો થી દૂર રહી ખુદ અને ખુદના જીવનસાથી ધર્મિષ્ઠાબેન વિશાલભાઈ કાનાણી (પટેલ) 31 12 2022 થી વાંકાનેર સીટી પોલીસમાં મહિલા પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. આ મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન પટેલ પોલીસ ભરતીમાં વર્ષ 2016 માં ટ્રેનિંગ પૂર્ણ કરી 2017 માં પ્રથમ પોસ્ટિંગ સુરત ખાતે મેળવી ઉચ્ચ પોલીસ વડાના માર્ગદર્શન અને પોતાના ટેલેન્ટથી કાયદો વ્યવસ્થા ફરજના ભાગે જાળવી રાખવાની સાથે સાથે માનવલક્ષી કાર્ય કરી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડે છે જેવો ખાનગી પ્રાથમિક શાળા અને સરકારી પ્રાથમિક શાળામાં પણ શિક્ષક તરીકે નોકરી કરી એ સમય દરમિયાન પોલીસ ટ્રેનિંગ માટે અને પ્રેક્ટીકલ અભ્યાસ શૈક્ષણિક અભ્યાસ અંતર્ગત તેમના જીવનસાથી એવા વિશાલ ભાઈ કાનાણી એ ધર્મિષ્ઠાબેન ને સાથ અને સહકાર આપ્યો છે જેથી વિવિધ સામાજિક ક્ષેત્રે અને ફરજના ભાગે પણ પશુ માનવ લાગણીશીલ વ્યક્તિ અને પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ પુરી પાડી છે સુરતમાં ફરજ દરમિયાન ટ્રાફિક શાખામાં પણ કાયદા તોડ વાહન ચાલકોને કાયદાનું જ્ઞાન કરાવ્યું છે અને આજે તે દસ વર્ષના શિક્ષક બાદ છેલ્લા સાત વર્ષથી પ્રજાના રક્ષક એટલે કે પોલીસ તરીકેની નોકરી સાથે સાથે પરિવારિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે અઢી વર્ષની દીકરીની સાર સંભાળ રાખવી તેમજ પોતાના અને પોતાના પતિના વિચારોમાં રતિ ભાર ફરક પડતો ના હોય તેમ બંને દીકરીઓની પરવરીશ દીકરાથી વિશેષ કરી અન્ય માટે પહેલરૂપ એવા દીકરી દીકરો એક સમાન તે કહેવતને સાર્થક કરવામાં પણ ધર્મિષ્ઠા વિશાલભાઈ કાનાણી (પટેલ) સાત વર્ષ સુધી ખાનગી શાળામાં સુરત ખાતે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને શબ્દોનું જ્ઞાન આપ્યું છે અને સરકારી શાળા દાહોદ જિલ્લામાં મીના કીયાની જે બોડરનો છેલ્લો વિસ્તાર કહેવાય એવા વિસ્તારમાં મહિલા હોવા છતાં મર્દની જેમ નાનપણથી જ રહેલા મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠાબેન વિશાલભાઈ કાનાણી પટેલ હાલ વાંકાનેર સીટી પોલીસની હદમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનથી અને પી.આઈ છાસિયાની સુચનાથી ફરજ દરમિયાન કાયદો વ્યવસ્થાના રખેવાળ તરીકે ફરજ બજાવી રહ્યા છે જેમાં મહિલાઓને કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપી સરકારની ગાઈડ લાઇન્સ મુજબ પરિસ્થિતિને પારખીને 100 ગુનેગાર ભલે છટકી જાય પણ કોઈ નિર્દોષ ના ફસાય એવા ઉચ્ચ વિચારો સાથે ગુનેગારો સામે લાલ આંખ કરી પ્રતિષ્ઠ પ્રમાણિત વ્યક્તિઓમાં ખરા પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ ઊભી કરી છે જેથી સમગ્ર ગુજરાત સહિત વાકાનેર પંથકમાં આ મહિલા ધર્મિષ્ઠાબેન પટેલના ટૂંકા પરિચયમાં બેન દીકરીઓ માટે મોટો પ્રેરણા સ્વરૂપ પ્રકાશ આપી રહ્યા છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી ખોટા ખર્ચા કર્યા વગર જેવડી સોડ એવડી પિછોડીને ઉચ્ચ વિચારોથી નાની આંખોમાં મોટા સપના સાકાર કરવાની દ્રષ્ટિએ જીવનમાં સંઘર્ષ કરી સફળતા તરફ આગળ વધતા મહિલા પીએસઆઇ ધર્મિષ્ઠા બેન પટેલ આજના આધુનિક યુગમાં સમયની સાથે સફળતાની દોડમાં ફરજના ભાગે પરિવારિક સામાજિક સાથે સાથે સંસ્કારી મિત્ર સ્વાભાવી મહિલા પી.એસ.આઇ ધર્મિષ્ઠાબેન વધુ સફળતા સાથે પ્રગતિ કરે અને કાયદો વ્યવસ્થા ને રખેવાળ સાથે સાથે પ્રજાના રક્ષક તરીકેની સારી પ્રજા લક્ષી કામગીરી બદલ હાર્દિક શુભેચ્છા સમગ્ર પટેલ સમાજ સહિત અન્ય સમાજ દ્વારા સુરત વાંકાનેર ફરજ દરમિયાન પ્રતિષ્ઠ પ્રમાણિક વેપારી મજુર વર્ગના વ્યક્તિઓ સહિત સેવાભાવી સંસ્થાના આયોજકો અને સંસ્થાની મહિલાઓ દ્વારા પાઠવવામાં આવેલ છે તે કામગીરી બદલ કલમ કી સરકાર પરિવાર પણ સારી કામગીરી અંતર્ગત મહિલા જાબાજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધર્મિષ્ઠાબેન પટેલને શુભેચ્છા સાથે સારી પ્રજા લક્ષી કામગીરીને દિલથી સલામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here