વર્ષ ૨૦૦૬થી શૈક્ષણિક કાર્ય કરી હજારો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ બનાવતા કેળવણીકાર દિનેશ બારીઆ

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારના બાળકોનું શૈક્ષણિક સ્તર ઉંચુ લાવવા તથા ગ્રામીણ વિસ્તારના બાળકોને કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય તથા એકલવ્ય મોડલ રેસી સ્કૂલ તેમજ સૈનિક શાળા ઓની સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવા વર્ષ ૨૦૦૬ (છેલ્લા ૧૭ વર્ષ) થી કેળવણીકાર દિનેશ બારીઆ સક્રિય રીતે શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે.
અગાઉના વર્ષોમાં દાહોદ, ખેડા, સાબરકાંઠા જિલ્લાઓમાં શિક્ષણ કાર્ય કર્યા બાદ આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય કરી ગ્રામીણ વિસ્તારના ગરીબ વાલીઓના હોંશિયાર વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું સુનિશ્ચિત કર્યા બાદ વર્ષ ૨૦૦૬ થી છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, દાહોદ, વડોદરા અને ભરુચ જિલ્લાઓમાં આ કામગીરી સતત કરી રહ્યા છે.
શૈક્ષણિક સંસ્થાના માધ્યમથી નિવાસી ક્લાસ કરાવવામાં આવે છે. ગામડાનાં બાળકોને ચા નાસ્તો તથા રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા સમયાન્તરે તાલીમ ક્લાસનું આયોજન કરવામાં આવે છે.
છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લાઓમાં શૈક્ષણિક ક્ષેત્રે નામના ધરાવતા કેળવણી કાર દિનેશ બારીઆએ વર્ષ ૨૦૦૫ માં આ કામગીરી કરવા નિર્ણય કર્યો હતો અને ૧૦૦૦ થી વધારે બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવવા સુધી આ કામગીરી કરવાનું નક્કી કર્યું હતું. આટલા વર્ષોમાં તેમના શૈક્ષણિક કાર્ય અને માર્ગદર્શન હેઠળ ૯૫૦ થી વધારે બાળકોએ જવાહર નવોદય વિદ્યાલય તથા એકલવ્ય મોડલ રેસી સ્કૂલની પ્રવેશ પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવી છે. વર્ષ ૨૦૨૦ માં એક જ બેચમાંથી ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા હતાં. જેમાં દાહોદ, છોટાઉદેપુર, ભરુચ અને નર્મદા જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ ટૉપ રહ્યા હતા.
વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ, સગવડ અને સલામતી આપવામાં આવે છે અને આત્મીયતાથી શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે તેથી શ્રેષ્ઠ પરિણામ મળી રહ્યું છે.
તેમનો સ્પષ્ટ હેતું છે કે, ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવા, પરીક્ષાના ડરથી મુક્ત કરી તંદુરસ્ત અભ્યાસ પદ્ધતિનું નિર્માણ કરવું, ગ્રામીણ અને પછાત વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસના પંથે લાવવા, ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સગવડ આપી શૈક્ષણિક વિકાસ કરવો.
આમ શુભ અને શ્રેષ્ઠ હેતું ધરાવતા કેળવણી કાર દિનેશ બારીઆની શૈક્ષણિક કામગીરીથી છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લાઓમાં હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઉંચુ આવ્યું છે જેથી તેમની લોકપ્રિયતા એક શિક્ષક તરીકે ઉભરી આવી છે. છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં લગભગ ૯૦% ગામોના વિદ્યાર્થીઓએ દિનેશ બારીઆ સાહેબ પાસે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે.
આમ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતાં તેઓની ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિયતા જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here