વડાપ્રધાનના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાનની ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નદીમા સ્વચ્છતા હાથ ધરી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા નદીમા ગંદુ પાણી ન નાખવાની હોટલ માલિકો સહિત લોકોને અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 71 મા જન્મ દિવસ નિમિત્તે તા 17 મી સપ્ટેમ્બર થી તા 7 મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ઠેરઠેર કરવામાં આવી રહયુ છે ત્યારે આજરોજ સાંસદ મનસુખભાઈ વસાવા એ નહેરુ યુવા કેન્દ્ર ના કાર્યકરો સહિત ભાજપા ના કાર્યકરો સાથે નર્મદા નદી સહિત આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા હાથ ધરી લોકો ને સ્વચ્છતા પ્રતયે જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો હતો.

નર્મદા નદી સહિત કિનારે આવેલ ગરૂડેશ્વર તાલુકાના શૂલપાણેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુ તથા ગોરા સહીત ૨૫ ગામો તથા નર્મદા જિલ્લાના તડવી સમાજ અને વાઘોડિયા તડવી સમાજના સ્મશાન ઘાટ પર તથા કેવડિયા કોલોનીના સ્ટેસ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સ્વસ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તથા નર્મદા માતાની પ્રતિમાની ફરતે તથા કેવડિયા કોલોનીમાં આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાની ફરતે સાફ સફાઈ કરી ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

બજારોમાં સાફ-સફાઈ કરવામાં આવી અને આ કેવડિયા કોલોનીમાં સફાઈ અભિયાન ઝુંબેશમાં SRP ના જવાનો પણ જોડાયા હતા અને ત્યારબાદ કેવડિયા કોલોની થી સીધા ગરુડેશ્વર દત્ત મંદિર પાછળ આવેલ નર્મદા નદીના સ્મશાન ઘાટની આસપાસ કચરો તથા નદીમાંથી ફૂલહાર અને પ્લાસ્ટિક સહિત કચરો એકત્રિત કર્યો હતો અને ત્યાંથી સીધા નાંદોદ તાલુકાના રજવાડા વખતનું ઐતિહાસિક રામપરા સ્માશાન ઘાટ પર કચરો તથા પ્લાસ્ટિક સહીત સાફ સફાઈ કરી તમામ ગામોને અને નર્મદા કિનારે આવેલ વિવિધ પવિત્ર સ્થાનો પર સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્રની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ટીમ આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં જોડાયા હતા અને નર્મદા નદી કિનારે આવેલા વિવિધ સ્મશાન ઘાટ પર ફૂલહાર, કપડા તથા પ્લાસ્ટિકની વસ્તુઓ નદીમાં ન નાખવી જોઈએ અને નદીમાં ગંદુ અને પ્રદૂષિત થાય તેવું પાણી ન છોડવું જોઈએ. તેવી ખાસ અપીલ કરવામાં આવી.

તદુપરાંત નર્મદા નદીમાં કેવડીયા કોલોની તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આવેલ હોટલોનું ગંદુ અને પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે, તે બાબતે સ્થાનિક રહીશોએ સાંસદ મનસુખભાઈ વસાવા નુ ધ્યાન દોર્યું હતું. તેથી નર્મદા નદીમાં લાખો શ્રદ્ધાળુ ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરે છે અને પવિત્ર જળથી આચમન કરે છે તથા નર્મદા નદીના સ્વચ્છ પાણીથી ભગવાન મહાદેવના શિવલિંગને જળ અભિષેક કરે છે. તેથી મંદિરો તથા સ્મશાન ઘાટ પર આપણે સ્વસ્છતા રાખીએ તથા આપણી માં નર્મદા નદીને સ્વચ્છ રાખીએ અને ગંદુ અને પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં ન છોડીયે, તે માટે નર્મદા કિનારે આવેલ તમામ શહેરો તથા મોટા ગામોના લોકોને ખાસ અપીલ કરવામાં આવે એવી વહીવટી તંત્ર ને ખાસ સુચના આપવામાં આવસે નુ સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here