રાજપીપળામા નર્મદા કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ થતો ઉલ્લંધન

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલા શહેરમાં જકાતનાકાથી રંગ અવધુત મંદિર સુધી સવારના ૦૬.૦૦ થી રાત્રે ૧૨.૦૦  સુધી ભારે વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ છતાં આડેધડ દોડતા વાહનો

બોડેલી તરફથી રેતી ભરી સુરત તરફ જતી હાઇવા ટ્રકો કોની રહેમનજર હેઠળ દોડે છે ??

નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા રાજપીપલા શહેરમાં જકાતનાકાથી રંગ અવધુત મંદિર સુધી સવારના ૦૬.૦૦ કલાકથી રાત્રિના ૧૨.૦૦ કલાક સુધી ભારે વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ  ફરમાવ્યો છે.છતા પણ કલેક્ટર ના જાહેરનામા નો ખુલ્લે આમ ઉલ્લંધન કરી ભારે વાહનો નગર ના પ્રતિબંધિત રોડ ઉપર થી દોડી રહયા છે.

જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોડેલી, કેવડીયા તરફથી આવતા અને અંકલેશ્વર, ભરૂચ, વડોદરા તરફ જતા વાહનો રાજપીપલા વડીયા, જકાતનાકા થઇ ખામર, વિરપોર ત્રણ રસ્તા થઇ રાજપીપલા રંગ અવધુત થઇ અંકલેશ્વર, ભરૂચ, વડોદરા તરફ જઇ શકશે. વડોદરા તરફથી આવતા વાહનો દેડીયાપાડા, સાગબારા, મહારાષ્ટ્ર તેમજ બોડેલી, કેવડીયા, એમ.પી. તરફ જતા વાહનો રંગ અવધુત ત્રણ રસ્તા થઇ વિરપોર ત્રણ રસ્તા થઇ ખામર થઇ વડીયા જકાતનાકા તરફ જઇ શકાશે.

તેવી જ રીતે, અંકલેશ્વર, ભરૂચ તરફથી દેડીયાપાડા, સાગબારા, મહારાષ્ટ્ર, તેમજ બોડેલી, કેવડીયા, એમ.પી. તરફ જતા વાહનો વિરપોર ત્રણ રસ્તા થઇ ખામર થઇ વડીયા જકાતનાકા તરફ જઇ શકાશે. દેડીયાપાડા, સાગબારા તરફથી આવતા વાહનો અંકલેશ્વર, વડોદરા, બોડેલી, કેવડીયા, એમ.પી. તરફ જતા વાહનો ખામર ત્રણ રસ્તા થઇ વડીયા જકાતનાકા થઇ તેમજ વિરપોર ત્રણ રસ્તા થઇ રંગ અવધુત ત્રણ રસ્તા થઇ જઇ શકશે.
        જાહેરનામા  મુજબ અપવાદની રૂએ ગુજરાત ની એસ.ટી. બસ સેવાને આ જાહેરનામાના અમલમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજપીપલા ટાઉન વિસ્તારમાં માલ સમાન લાવવા/લઈ જવા માટે ભારે વાહનો સવારના ૦૬.૦૦ કલાકથી ૦૯.૦૦ કલાક સુધી તેમજ બપોરના ૧૪.૦૦ કલાકથી ૧૬.૦૦ કલાક સુધી પ્રવેશી શકશે.

છતા પણ બોડેલી તરફથી રેતી ભરી સુરત તરફ જતી હાઇવા ટ્રકો નગર મા જે માર્ગ પ્રતિબંધિત છે તેના ઉપર થી પસાર થતા જોવા મળી રહ્યા છે , કોની રહેમનજર હેઠળ આ રેતી ભરેલા વાહનો દોડે છે ?? હાલ નગર મા એક માર્ગીય વાહનવ્યવહાર ચાલુ છે તયારે આવા આડેધડ દોડતા વાહનો લોકો માટે અગવડરુપ બની રહયા છે.

રસ્તાનુ કામ ચાલતું હોય ટ્રકો દોડતા ધર સહિત દુકાનો પણ ધુળિયા થતા લોકોમા રોષ

નર્મદા કલેક્ટર દવારા ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પાડી
આવી સપષટ જોગવાઈઓ જાહેર કરવામાં આવેલ છે છતા પણ બોડેલી તરફથી રેતી ભરી સુરત તરફ જતી હાઇવા ટ્રકો બેરોકટોક પણે પ્રતિબંધ હોવા છતા નગર માથી પસાર થાય છે, પોલીસ વિભાગ ને જાહેરનામા નો ભંગ કરે તેને દંડ ફરકાવાની, સતતા પણ સોંપવામાં આવી છે, પણ બેરોકટોકપણે વાહનો દોડે છે નગર મા રસતા નુ કામ ચાલતું હોય ભારે અવરોધ ઉભો થાય છે . તો શુ કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામુ માત્ર નામ ખાતર જ પાડવામાં આવેલ છે ?? તેનો અમલ કોણ કરાવસે ?? નગર મા સી.સી. ટી.વી. ના કેમેરાઓ ઠેર લગાવેલ છે યોગ્ય તપાસ થાય એ જરુરી છે.

હાલ નગર મા રસ્તા નુ કામ ચાલતું હોય લોકો ના ધર દુકાન ખુલલા હોય છે પુરપાટ ઝડપે દોડતી ટ્રકે ધુત્ળ ઉડાવતા લોકો ની દુકાનો અને ધર ધૂળિયા થતા લોકો મા પણ ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here