રાજ્ય સરકારના ૧૦ મા ચિંતન શિબિરના બીજા દીવસે એકતાનગર આરોગ્ય વન ખાતે યોગાભ્‍યાસથી દિન ચર્યાંનો પ્રારંભ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વહેલી સવારે યોગાભ્‍યાસમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને શિબિરાર્થીઓ જોડાયા

એકતાનગર ખાતે યોજાઈ રહેલી ૧૦મી ચિંતન શિબિરના બીજા દિવસનો વહેલી સવારના ૧૭ એકરમાં બનાવાયેલા આરોગ્ય વનની પ્રકૃતિ મધ્યે યોગાભ્‍યાસથી પ્રારંભ થયો હતો. આ યોગાભ્‍યાસમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષક ક્રિષ્ના જાડેજાએ યોગમાં ઓમકારથી લઈ શાંતિ પાઠ સુધીના સમન્‍વયની સમજણ અને યોગમાં આસનો પ્રાણાયામ અને ધ્‍યાનનું મહત્‍વ સમજાવ્‍યું હતું.

રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધી યોગામાં જોડાયા હતા. આ યોગાભ્‍યાસનો પ્રારંભ સુક્ષ્‍મ યોગ પ્રાણાયામથી અને ધ્‍યાનથી સમાપન થયું હતું.

આરોગ્ય વન ખાતે યોજાયેલ યોગાભ્‍યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન, ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્‍યાસ કર્યો હતો.

રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે યોગાભ્‍યાસ બાદ આરોગ્ય વન ખાતે સર્વે વરિષ્‍ઠ અધિકારીઓ સાથે વિશ્રામ કરી મનોમંથન કરવા સાથે સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here