રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ મનસુખ વસાવા ના ડેડિયાપાડા ના સરકારી દવાખાના ના આરોપો નું ખંડન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્ય સરકારના પ્રયત્નો છતાં તબીબો ઉપલબ્ધ ના થતાં હોવાનુ આરોગ્ય વિભાગે સ્વીકાર્યું

સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ રાજપીપળા ખાતે ની સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને પોતે ડેડીયાપાડા ખાતે ના સરકારી દવાખાના ની નવી ઈમારત માં દવાખાનું શરૂ કરવા મા આવે અન3 નર્મદા જીલ્લા માં તબીબો ની નિયુકિત કરવામા આવે ની રજુઆત મુખ્યમંત્રી સહિત આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ ને કરી હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં તબીબો મૂકતા નથી નો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના પ્રત્યાઘાત તરતજ પડયા હતા અને રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરવી પડી હતી, અને ડેડીયાપાડા ખાતે સરકારી દવાખાનાની નવી ઈમારત માં દવાખાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનુ જણાવી સાંસદ મનસુખ વસાવા ના આરોપ ને રદિયો આપ્યો હતો, જોકે તબીબો ની અછત હોવાનુ સરકાર ના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું.

ડેડિયાપાડાની હોસ્પિટલ માર્ચ ૨૦૨૩માં જુની સબડિસ્ટ્રીક્ટહોસ્પિટલ માંથીનવી એસ.ડી. એચમાં શિફ્ટ થયેલ છે.
રાજ્ય સરકારે પ્રજાની સેવાને હંમેશા પ્રાથમિકતા આપી છે. આ માટે આ હોસ્પિટલના લોકાર્પણની રાહ ન જોઈને હોસ્પિટલને દર્દીઓની સેવામાં માર્ચ મહિનામાં જ સમર્પિત કરીને સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. અને તેમાં મોટા ભાગે વર્ગ-૩ ના કેટલોક સ્ટાફ ભરાયેલો છે. અને વર્ગ-૧-૨ ના ડોક્ટરોની ભરતી થયેથી લોકોની સેવામાં હજી વધારો થશે. અત્યારે કુલ ૪૮ ના મહેકમની સામે ૩૫ હાલ સેવારત છે

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર ક્લાસ વન અધિકારીઓની ભરતી માટે પ્રયત્નો કરવા છતાં પણ તબીબો ઉપલબ્ધ થતા નથી.એ પણ વાત એટલીજ મહદઅંશે સાચી છે. પરંતુ દૂરના ઉંડાણ ગામોમાં તબીબો જલદી સેવા આપવા તૈયાર થતા નથી આદિવાસી વિસ્તારમાં સેવા નહીં આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આરોગ્ય વિભાગ પણ આ દિશામાં નક્કર પગલા ભરવા કટીબદ્ધ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ આ બાબતે સગવડ સુનિશ્ચિત કરવા તત્પર છે. CM સેતુ યોજના માં પણ ડેડીયાપાડા વિસ્તારની હોસ્પિટલમાં સેવા આપવા માટે તબીબો ઉપલબ્ધ બનતા નથી ભરતી પ્રક્રિયા થતા આ પ્રશ્નનો નિરાકરણ આવશે. પરંતુ જનપ્રતિનિધિઓ રજૂઆતોને ધ્યાને લઇ વહેલી તકે જગ્યા ભરવા કવાયત હાથ ધરવામાં આવશે.

તેમ છતાં વધુ સારવાર માટે ગાયનેક, જનરલ સર્જરી જેવા આકસ્મિક કેશોમાં દર્દીઓને ૪૫ કિમી નજીક રાજપીપળા સરકારી હોસ્પિટલમાં દર્દીને રીફર કરવામાં આવે છે.અને અહીં સિવીલ હોસ્પિટલ રાજપીપલા ખાતે હાલમાં જી.એમ.ઈ.આર મેડીકલ કોલેજ કાર્યરત બનતા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરો સેવા બજાવે છે. અને તેમને સિવીલ હોસ્પિટલમાં ડ્યુટી સોપવામાં આવે છે. તેમ છતાં હજુ બાકી જગ્યા ભરવા માટે કોલીફાઈડ ડોક્ટરો મુકવામાં આવશે.

અત્યારે વર્ગ-૩ અને નર્સિંગ ટેક્નિકલ અને અન્ય સ્ટાફ ભરવા માટે એજન્સીને કામ સોપવામાં આવ્યું છે. અગામી ૧૬મી તારીખ સુધીમાં સહાયક સ્ટાફની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. બે મહિના પહેલા તે જગ્યા માં રેડિયોલોજીસ્ટ અને સોનોગ્રાફિકની સુવિધા ઉપલબ્ધ થઇ છે. જેનો દર્દીઓ ને લાભ મળે છે.

માન. સાંસદ મનસુખભાઈ વસાવાએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા સિવિલ સુપ્રિટેન્ડ ડોક્ટર કોઠારી દ્વારા સાંસદને હકારાત્મક પ્રત્યુત્તર અને માંગેલી માહિતી ઉપલબ્ધ ન થતા સાંસદ દ્વારા અસંતોષ અક્રોશ વ્યક્ત કરાયો હતો. પરંતુ સિવિલ સુપ્રિટેન્ડ દ્વારા માધ્યમોને સાચી માહિતી અને પરિસ્થિતિ અંગે મિડીયાને વાકેફ કર્યા હતા. અને માન. સાંસદ અવારનવાર આ હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે. અને ઘણા પ્રશ્નો આ સિવિલના તેઓ ઉકેલવા માટે સામેથી તત્પરતા દર્શાવે છે.તે બાબતનું સન્માન કરૂ છું નું રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગે જાહેર કરેલ ખુલાસા માં જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here