રાજ્યકક્ષાની ‘પાયાના પથ્થર’ વૈજ્ઞાનિક શૈક્ષણિક શિબિરમાં પંચમહાલના શિક્ષક મહેન્દ્ર પરમાર જોડાયા

ગોધરા,(પંચમહાલ)
આરીફ દીવાન(મોરબી)

એક શિક્ષક અને ભારતના પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને ૧૯૬૨ થી દેશ ભરમાં ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક અને શિક્ષકનું મહત્વ ભારતના ભાવિ નિર્માણમાં અનન્ય રહેલું છે.ત્યારે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર (GUJCOST, Dept. of S&T, Govt. of Gujarat) દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે ‘પાયાના પથ્થર’ ત્રિ-દિવસીય ઓનલાઈન શિબિર નું આયોજન તારીખ 5 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર -2020 સુધીમાં કરવામાં આવ્યું હતુ.
જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની રાયસિંગપુરા પ્રા શાળાના ઇનોવેટિવ શિક્ષક શ્રી મહેન્દ્રકુમાર ડી પરમારે ત્રણ દિવસ આ શિબિરમાં ઓનલાઈન હાજર રહીને વિજ્ઞાન વિશેના શૈક્ષણિક પરિસંવાદો, ચર્ચાઓ અને વકતવ્યોમાં સહભાગી થઈને આ શિબિરના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને શિક્ષણમાં તેના વિનિયોગ સહિત આ જ્ઞાનનો ઉપયોગ પોતાના વિધ્યાર્થીઓ સુધી પહોંચાડવા કટિબદ્ધ થયા હતા. ‘પાયાના પથ્થર’ અંતર્ગત રાજયકક્ષાના આ ત્રિ-દિવસીય ઓનલાઈન શિબિરમાં ‘આપણી વૈજ્ઞાનિક પરંપરા’ વિશે શ્રી પરેશભાઈ ત્રિવેદી (રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા) ‘ઘરમાં શિક્ષણ અને કેળવણી’ વિશે શ્રી નલિનભાઈ પંડિત (જી સી ઈ આર ટી, ગાંધીનગરના પુર્વ નિયામક ) ‘શિક્ષણમાં વિજ્ઞાનનું મહત્વ’ વિશે શ્રી હિરેનભાઈ ભટ્ટ (જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગરના પ્રાચાર્ય ) દ્વારા પોતાના વકતવ્યોથી દુર્લભ એવી માહિતી રજૂ કરવામાં આવી હતી.આ શિબિરમાં અસંખ્ય વિજ્ઞાન જિજ્ઞાસુ લોકો વિધ્યાર્થીઓ , અધ્યાપકો, જ્ઞાન પીપાસુઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભાગ લેનાર તમામનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here