રાજપીપળા પાસેના સમશેરપુરા ગામ ખાતે આંખની તપાસ અને મોતીયા ઓપરેશન કેમ્પ યોજાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સર્વાંગીણ ગ્રામ વિકાસ મંડળ(પ્રયાસ) માંગરોળ ના સહયોગ અને હીરાબા આંખ ની હોસ્પિટલ, બારેજાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પ મા 147 લોકો એ લાભ લીધો

રાજપીપળા પાસે ના સમશેરપુરા ગામ ખાતે ના આંખ ના દવાખાનામાં આજરોજ હીરા બા આંખ ની હોસ્પીટલ બારેજા અમદાવાદ અને સર્વાંગીણ ગ્રામ વિકાસ મંડળ ના સંયુક્ત ઉપક્રમે આંખ ના દર્દીઓ માટે ના કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા 147 લોકો એ પોતાની આંખો ની તપાસ કરાવી હતીં .

આંખ ની તપાસ સાથે મોતીયાના આ કેમ્પ મા તપાસ દરમ્યાન મોતીયાના 34 કેસ મળી આવતા તેઓ પૈકી 18 દર્દીઓને મફત ઓપરેશન માટે હીરા બા હોસ્પિટલમાં બારેજા અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. 88 લોકો ને આખ ના ચશ્મા ના નંબર હોય તપાસ કરી મફત ચશ્મા આપવામાં આવ્યા હતા.
આસપાસ ના વિસ્તાર ના 37 ગામ ના કુલ 147 લોકો એ આ કેમ્પ નો લાભ લીધો હતો.નર્મદા જીલ્લા ના કેમ્પ મા આવનાર તમામ ને સેનેટાઈઝર થી હાથ સફાઈ અને માસ્ક પણ આપવામાં આવ્યા હતાં.
આ કેમ્પમાં દરમ્યાન પ્રા.શાળા,સમશેરપુરા ના શિક્ષકશ્રીઓ,માંગરોળ સંસ્થાના ભાઈઓ,બહેનો અને બારેજા થી આવનાર દવાખાના ના ડોકટર્સ તથા સ્ટાફે સુંદર કામગીરી બજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here