રાજપીપળા નાગરિક સહકારી બેન્કના પુર્વ સત્તાધીશોને રૂપિયા 12.45 લાખની વકીલ ફી નાં મામલે નોટિસ મળવાનો મામલો અદાલતમા પહોંચ્યો- પોલીસ તપાસ બાદ કાર્યવાહી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

હાલના બેંક સત્તાધીશો એ નાણાંની ચુકવણી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મંજુરી વિના કરવામા આવી હોય 9 ટકા ના વ્યાજ સાથે વસુલાત નો મામલો બિચકયો

આગામી સમયમાં બેંક ની ચૂંટણી આવતી હોય બદનામ કરવા નાં ઇરાદે નોટિસો અપાઇ હોવાનો પુર્વ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર ની અદાલત મા રજુઆત

રાજપીપળા નાગરિક સહકારી બેન્ક એક પ્રતિષ્ઠા ધરાવતી નગર જનો દ્વારા સ્થાપિત અને નગર ના પ્રસિદ્ધ મોભાદાર વ્યક્તિ ઓ દ્વારા ચલાવવામાં આવતી એક માત્ર સહકારી બેન્ક છે, બેંક મા સમયાંતરે ગ્રાહકો ની ડિપોઝિટ વધી રહી છે, ધિરાણ પણ વધી રહ્યો છે,ત્યારે બેંક ના કેટલાક પુર્વ સત્તાધિશો એ કલકત્તા ની ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક માં કરેલ રોકાણ અંગે 81.34 લાખ ની બેન્ક ને ખોટ ગયેલ હોવાનો ઉલ્લેખ સ્ટેટ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગાંઘીનગર દ્વારા કરવામા આવેલ છે, અને આ મામલે પુર્વ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર, વાઈસ ચેરમેન સહિત ઍક ડિરેકટર ને કારણદર્શક નોટિસ આપવામા આવી છે,ત્યારે બીજી તરફ બેંક ના અન્ય સત્તાધિશો કે જેઓ બીજા જુથ નાં કહેવાય તેઓ જ્યારે સત્તા પર હતા ત્યારે બેંક ના બાકિદાર 115 ગ્રાહકો પાસે થી નાણાં ની વસુલાત કરવા માટે વકીલ ને નોટિસ જારી કરવા સહિતની અન્ય કામગિરી માટે તેની ફી તરીકે રૂપિયા 1245960 નુ ચુકવણું કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત બન્ને વ્યવહારો મામલે પુર્વ સત્તાધિશો અને વર્તમાન સત્તાધિશો એ તલવારો કાઢી છે, કાયદાકીય રીતે થતી બેંક ના વહીવટ ની કામગિરી ને પોતાનાં માન મોભા નો પ્રશ્ર્ન બનાવ્યો છે.જે બેંક ના સભાસદો માં પણ ભારે ચર્ચાસ્પદ બન્યો છે. કાયદાકીય રીતે બન્ને જૂથો ની બંને મામલાઓ માં જવાબદારી નક્કી થઈ રહી છે,તો પ્રશ્ર્ન એ ઉભો થઇ રહ્યો છે કે સાચું અને ખોટું આમાં છે શું ??

પુર્વ મેનેજિંગ ડિરેક્ટર જયંતિ ભાટીયા, ચેરમેન એ. ડી. પટેલ ના સ્વર્ગવાસ થયાં છે, વાઈસ ચેરમેન હીરાભાઈ કાછિયા, અને ડૉ. નિખિલ મહેતા હાલ પણ બેંક ના ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે બીજા પક્ષ ના ઓ પણ વિક્રમ માલવિયા, પાંકિલ પટેલ હાલ બેંક ના વહીવટ માં નથી જ્યારે પ્રકાશ વ્યાસ ડિરેક્ટર તરિકે સેવા આપી રહ્યા છે ત્યારે ગજગ્રાહ ક્યાં જસે ?? એ સમજાતું નથી અને જો જવાબદારીઓ સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર સહિત ઓડિટર અને જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા નક્કી થતી હોય તો એમાં છે શું આ પ્રશ્ન આગામી બેન્ક ની સામાન્ય સભા મા જરૂર થી ચર્ચાવવો જોઈએ એવી સભાસદો માં પણ ચર્ચાઓ ચાલી રહી છે.

જે હોય તે આ મામલામાં સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી છે,જ્યારે વકીલ મારફતે સત્તા વિના બેન્ક ના વહીવટ કરવા તેમજ વકીલ ને લાખો રૂપિયા ની ફી ચુકવવી ના મામલે હાલ ના સત્તાધિશો એ વિક્રમ માલવિયા, પંકજ વ્યાસ સહિત પંકિલ્ પટેલ ને નોટિસ આપતાં તેઓએ રાજપીપળા ની અદાલત નો દ્વાર ખખડાવ્યો છે અને કલમ 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે ની અદાલત પાસે દાદ માંગી છે, જેમા જણાવ્યુ છે કે આગામી દિવસોમાં બેન્ક સત્તા મંડળ ની ચૂંટણી આવતી હોય પોતાને બદનામ કરવા માટે ચૂંટણી મા ભાગ ના લઇ સકિયે એ માટે નોટિસ આપી હોય હાલ ના ચેરમેન, મેનેજીંગ ડિરેકટર સહિત વાઈસ ચેરમેન સામે કલમ 500 હેઠળ ગુનો નોંધવા ની માંગ કરી છે,જેની તપાસ અદાલતે પોલીસ વિભાગ ને સોંપી છે અને ગુનાના ગુણદોષ નક્કી થતાં આ ફરિયાદ ગ્રાહ્ય રાખવામાં આવે છે કે કેમ ? તે જોવું રહ્યું આવનાર દિવસોમાં આ મામલો ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here