રાજપીપળા નગર સહિત નર્મદા જીલ્લામા સાર્વત્રિક વરસાદ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વાતાવરણ માં અચાનકજ આવેલ પલટા થી નગર મા ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વહેલી સવારે જ ભારે વરસાદ

અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો એ ગરમી મા રાહત અનુભવી

રાજ્ય સરકાર ના હવામાન વિભાગ ની આગાહી અનુસાર આજરોજ રાજપીપળા નગર સહિત સમગ્ર નર્મદા જીલ્લા માં વહેલી સવારથી જ આસમાન માં કાળા ધીબાંગ વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

રાજપીપળા ના મુખ્ય માર્ગો ઉપર સતત ઍક કલાક સુઘી ભારે વરસાદ થયો હોય ને પાણી ફરી વળ્યા હતા, અને ઠેર ઠેર ખાબોચિયા ભરાયા હતા. સવારથીજ વરસાદ થયો હોય ને જનજીવન પ્રભાવિત થયું હતું, જોકે ભૂલકાઓ એ વરસતા વરસાદમાં પલળી ભીંજાવાનો આનંદ માણ્યો હતો, અસહય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો એ વરસાદ ખાબકતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હોય ને ગરમી મા રાહત અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here