રાજપીપળા નગર સહિતના વિસ્તારમાં વરસાદ થતાં ગરમીથી રાહત અનુભવાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લાંબા સમય નાં અંતરાલ બાદ રાજપીપળા પંથક માં આજરોજ સાંજે વરસાદ વરસતા અસહ્ય ગરમી અનુભવતા લોકો એ રાહત અનુભવી હતી.

રાજપીપળા નગર સહિત ના પંથક માં સાંજે આસમાન માં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા,અને વરસાદી માહોલ જામ્યો હતો, અને વરસાદ વરસ્યો હતો જેથી અસહ્ય ગરમી અનુભવતા લોકો ને ગરમી થી થોડીક રાહત અનુભવી હતી, આસમાન માં વીજળીઓ ની ચમક જોવા મળી હતી, લાંબા અંતરાલ પછી વરસાદ વરસ્યો હોય ખેતી માટે રાહ જોતા ખેડૂતો ને પણ આનંદ નો અહેસાસ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here