રાજપીપળા તારૂ એવું તો કેવું નશીબ..!! વરસાદ વરસ્યો નથી કે વીજળી ડુલ !!!!

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નગરમા અવારનવાર પ્રિમોનસુનની કામગીરી અર્થે વીજ પુરવઠો બંધ કરી કરવામાં આવતી વીજ કંપનીની કામગીરી સામે પશ્રનાથઁ ??

રાજપીપળા વીજ કંપનીની કામગીરી એટલે અંધેર નગરીને ગંડુ રાજા , છાસવારે નગરમા સપ્લાય થતોવીજ પુરવઠો બંધ કરી મોનસુન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે.

નગરમા અવારનવાર વીજળ ના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે.જરા વરસાદ વરસ્યો કે તરતજ વીજ પુરવઠો જ બંધ કરી દેવામાં આવે છે, કલાકો સુધી લોકોને વીજળી વીના ટળવળવું પડતું હોય છે, આજરોજ રાત્રિના વરસાદ વરસતાં તરતજ વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવતાં વીજળી ડુલ થતા અસહ્ય ગરમી ઉકાળાટથી ઘરોમા લોકો કંટાળ્યા હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની રાજપીપળા ખાતેની કચેરી દ્વારા ચોમાસાની સીઝન શરું થતાં પહેલાં વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવે છે અને પ્રિમોનસુન કામગીરી કરવામાં આવે છે ત્યારેબાદ પણ ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન પણ વીજ સપ્લાય બંધ કરી કામગીરી કરાય છે. પરંતુ જેવો વરસાદ પડ્યો નથી, થોડુંક પવન ફૂંકાયો નથી કે વીજળી ડુલ થઇ નથી !!

વીજ કંપની ઉપર કોઈની પણ લગામ હોય એવું લાગતું જ નથી,બેફામપણે સરમુખત્યારશાહી થી તંત્ર ચાલતું હોય એવુ ફલીત થાય છે. સરકારી દવાખાના સામેના ફરિયાદ સેન્ટર પર ફોન કરો તો ટેલિફોન સાઇડ ઉપર જ મુકી દીધો હોયને ફોન કરનારને એનગેજ જ આવતું હોય છે. કોઇ જવાબ જ મળતા નથી. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે અમે પોતે જ ફરિયાદ સેન્ટર પર ફોન કર્યો રાત્રિના 1-30 કલાકે પરંતુ ફોન રિસિવ કરનારા જ કોઈ નથી ! ફોન સાઇડમાં મુકી દેતા એનગેજ જ આવતું હોય છે.

નગરમા હાલ વીજળી ગયાને સાડા ત્રણ કલાકનો સમય થયો આવવાના કોઇ ઠેકાણાજ નથી !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here