રાજપીપળામાં ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

હિન્દુ – મુસ્લિમ સમાજ દ્વારા રથ યાત્રા નુ ઠેર ઠેર સ્વાગત- પોલીસ નો ચપટી બંદોબસ્ત

આજરોજ અષાઢી બીજ ના રોજ રાજપીપળા ખાતે ના રાધા કૃષ્ણ મંદિર ખાતે થી ભગવાન જગન્નાથ ની રથયાત્રા ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે નીકળી હતી, ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરયાત્રા એ નીકળતા ભક્તો મા ભારે ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો, ભક્તો એ ભગવાન જગન્નાથ ના રથ ને દોરડા થી ખેંચી ધન્યતા અનુભવી હતી, આને દર્શન કર્યા હતા.

રાધાકૃષ્ણ મંદિર ખાતે થી રથ યાત્રા નીકળી એ પહેલા મંદિર મા પુંજા અર્ચના સાથે આરતી કરવામાં આવી હતી,જે પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, નગરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સિદ્ધેશ્વર મહારાજ, સહિત રથ યાત્રા સમિતિ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન જગન્નાથ નગર યાત્રા એ નીકળનાર હોય ને નર્મદા જીલ્લા પોલીસ દ્વારા રાજપીપળા નગર મા યાત્રા ના નિર્ધારિત રૂટ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો, રથયાત્રા નુ મુસ્લિમ સમાજ દ્વારા લાલટાવર પાસે સ્વાગત કરવામાં આવ્યું હતું, રથ યાત્રા દરબાર રોડ પર આગળ વધતા ભક્તો એ દોરડા થી ખેંચી ધન્યતા અનુભવી હતી, દરબાર રોડ સહીત રણછોડજી મંદિર પાસે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા રથ યાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યુ હતું, કાછીયાવાડ ખાતે સ્ટેશન રોડ ઉપર ઠેર ઠેર રથ યાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યું હતું, ભારે ઉમંગ ઉત્સાહ સાથે નીકળેલ યાત્રા તેના નિર્ધારિત સમયે રાધાકૃષ્ણ મંદિર ખાતે પરત ફરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here