નસવાડી તાલુકા સેવા સદન ખુલતાની સાથેજ ઉમેદવારો મત ગણતરીના કાર્ડ લેવા ભેગા થયા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તાલુકાના સરપંચ સભ્યો કાર્ડ લેવા માટે સેવા સદન માં ઉમટ્યા

નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયત ની ચૂંટણી થઈ હતી તેની મત ગણતરી ના કાર્ડ લેવા માટે આજે સવાર થી લોકો ની સંખ્યા જોવા મળી હતી જેમાં અધિકારીઓ આખી આખી રાત ઉજાગરાઓ કરી ચૂંટણીની કામગીરી ને કરી હતી અને મળસ્કે નાહવા ધોવા માટે ગયા હતા આ એક જવાબદારી પૂર્વક કામગીરી નિભાવતા અધિકારીઓ ની છબી સામે આવી છે આજે સવારે ઓફીસ સમય શરૂ થતાં ની સાથેજ નસવાડી તાલુકાના જે 45 ગ્રામ પંચાયત ના સરપંચ સભ્ય અને એજન્ટ ની ભીડ જોવા મળી હતી દરેક ઉમેદવારો અને એજન્ટો મત ગણતરી ના કાર્ડ લેવા માટે આવ્યા હતા અને કાર્ડ વિતરણ કરતા અધિકારીઓ અને લેનાર ઉમેદવારો તસ્વીર માં નજરે પડેછે સાથો સાથ નસવાડી મામલતદાર અને પી એસ આઈ પણ ચૂંટણી કામગીરીને લઈ ચર્ચા કરતા નજરે પડે છે.
જે વોટ આપવામાં આવ્યા છે તે હાલ પેટીમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને કાલે સેવા સદન ખાતે મત ગણતરી ની પ્રક્રિયા શરૂ થશે અને કયા ગામની પેટીની મત ગણતરી પહેલા થશે તે કાલે ખબર પડશે અને રાતના ઉમેદવારો ગામડે થી આવ્યા હતા કે પેટીઓ બદલાઈ ગઈ છે પણ એવું કાંઈ થયું નથી છતાં પણ જાતે મામલતદાર ટી ડી ઓ પોલીસ કર્મચારીઓ ની મોજુદગીમાં ઉમેદવારોએ ખાતરી કરી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવી હતી અને જ્યાં સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે ત્યાં સતત ખુલી આંખે એસ આર પી જવાનો પોલીસ કર્મીઓ ની નજર હેઠળ પેટીઓ છે જે કાલે સવારે જે ઉમેદવારો સરપંચો સભ્યો ના નસીબ જે પેટીમાં બંધ છે તે કાલે ખુલશે અને હાર જીતનો ફેસલો થશે હવે કોનુ નસીબ ચમકે છે તે કાલે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here