રાજપીપળાના સેવાભાવી મીત ગૃપ લની સેવાકીય પ્રવૃતિની ચારેકોર પ્રસરતી સુવાસ

રાજપીપળા,(નર્મદા૦ આશિક પઠાણ :-

બિમારી દરમ્યાન લોહી ની દર્દી ઓને જયાં જરુર હોય ત્યા લોહી આપવા પહોંચી જતા મીત ગૃપ ના યુવાનો

દેડિયાપાડાની મહિલા અને કેવડીયા કોલોનીના યુવાનને લોહી પુરુ પાડી તેમના જીવ બચાવ્યા

રાજપીપળા ના સેવાભાવી મીત ગૃપ ની સેવાકીય પ્રવૃતિ ની પ્રસંશા સમગ્ર નર્મદા જીલ્લા સહિત અન્ય વિસ્તારમાં પણ પ્રસરી રહી છે. જયા દર્દી ને લોહી ની જરુરીયાત ઉભી થાય અને જો મીત ગૃપ નો સંપર્ક સાધવામાં આવે તો તેના યુવાન કાર્યકરો તવરિતજ થોડાં સમય નો પણ વિલંબ કર્યા વિના બિમાર દર્દી ને લોહી નુ દાન કરવા પહોંચી જતા હોય છે.

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે ના વસાવા કપીલાબેન બિમાર હોય ને રાજપીપળા સરકારી દવાખાના મા સારવાર મેળવતાં જે દરમ્યાન તેમને લોહી ની જરુરીયાત ઉભી થતા મીત ગૃપ નો સંપર્ક સાધવામાં આવતા A+ ગ્રુપ નુ લોહી આપવા તરતજ ભાવિકભાઇ સરકારી દવાખાનામાં પહોંચી પોતાનુ લોહી મહિલા ને દાન કર્યુ હતુ.

કેવડીયા ગામ ના તડવી દિવયાંગભાઇ પ્રકાશભાઈ ને B+ લોહી ની પોતાની રાજપીપળા સરકારી દવાખાના મા સારવાર દરમ્યાન જરુરીયાત ઉભી થતા દીપુભાઇ નામનો યુવાન દવાખાનામાં પહોંચી ગયો અને દર્દી ના જીવ બચાવવા મા પોતાના રક્ત નુ દાન કરી માનવતાભરી ઉત્તમ સેવા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here