રાજપીપળાના બજારોમા કોરોના મહામારીમના સમયે વિટામીન યુક્ત ફ્રુટના ભાવ આસમાને !

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

લીંબુ 150 રુપિયા કિલો માલ્ટા 100 રુપિયે દ્રાક્ષ 100 રપિયે આડેધડ વસુલાતી કિંમતો થી ગ્રાહકો પરેશાન

કોરોના મહામારીમાં વિટામીન યુક્ત ફ્રુટ જનતાની માટે ’આફત’ અને વેપારીઓ માટે નાણાં કમાવવા નો સોનેરી ’અવસર’ બની ગયેલ છે .જેના પર નિયંત્રણ લાવવું જોઈએ ની લોક માંગ ઉઠી રહી છે.

બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણને પગલે હાલમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે.

કોરોનાના દર્દીઓ માટે વિટામિન-સીવાળા ફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે લાભદાયક છે, આથી હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી છે. કોરોનાના કપરાકાળમાં નિર્દોષ અને સામાન્ય જનતાને લૂંટવામાં કોઈ બાકી નથી.

સામાન્ય સમયમાં જે લીંબુના ભાવ પ્રતિ કિલો 40-50 રૂપિયા હતા, એ આજે 130 થી 150 સુધી વેચાઈ રહૃાા છે. દ્રાક્ષ 100 રપિયે કિલો એમાં પણ લીલાં નાળિયેર જે થોડા દિવસ પહેલાં 100 રૂપિયાના 5 મળતા હતા, એ આજે 60 થી 70 નુ એક મળી રહયું છે તેમજ મોસંબી જ રૂ.200 થી 250 રૂપિયાના 10 કિલો મળતી હતી એના ભાવ આજે રૂ.800 થી રૂ.1000 થઈ ગયા છે. સફરજન પણ 100 રૂ. કિલોમાંથી 200 રૂપિયે કિલો વેચાવા લાગ્યા છે. જ્યારે અનાનસ પણ 40 રૂપિયાના મળતા હતા, એ આજે 100 રૂ.માં મળી રહયા છે. માલ્ટા 100 રુપિયા થી વધુ ની કિંમતે વેચાઇ રહયા છે .

બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણને પગલે હાલમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે ફ્રૂટ્સ ખાવાનું તબીબો દ્વારા જણાવવામાં આવે છે. તેમાંય વિટામિન-સીનું પ્રમાણ વધુ હોય એવા ફ્રૂટ્સ જેમ કે નારંગી, મોસંબી, પાઇનેપલ, દ્રાક્ષ, કિવી અને ડ્રેગન ફ્રૂટ જેવાં ફળો ખાવાનું જણાવવામાં આવે છે, આથી બજારમાં તેની ડિમાન્ડ વધુ હોવાથી ઠેર ઠેર આવા ફ્રૂટ્સનું વેચાણ વધ્યું છે. ત્યારે વેપારી ઓ આડેધડ કિંમત વસુલ કરી ઉધાડી લુંટ ચલાવી રહ્યા છે.

હાલમાં વિટામિન-સી વાળા ફ્રૂટ્સની ડિમાન્ડને જોતાં ફ્રૂટ્સના વેપારીઓ દ્વારા તેની ઉઘાડી લૂંટ ચલાવી રહૃાા છે. બજારમાં વેચાતાં નારંગી, મોસંબી, દ્રાક્ષ, કેરી, પાઇનેપલ પ્રતિ કિલો રૂપિયા ૧૮૦થી ૨૦૦ના ભાવે વેચાઇ રહૃાાં છે. ત્યારે કોરોનાના દર્દીઓનાં સગાંની હાલત કફોડી બની રહી છે. એક બાજુએ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે રાહ જોવી પડે છે, ત્યારે ફ્રૂટ્સના વેપારીઓએ માનવતા ભૂલી લૂંટવાનું શરૂ કર્યું છે.

આવા સમયે ફ્રુટ નુ વેંચાણ કરતા વેપારીઓ લારીઓ વાળા ઓ ઉપર ભાવ બાબતે નિયંત્રણ લાવવું ખુબજ જરુરી છે.શુ આ બાબતે નર્મદા જીલ્લા કલેક્ટર સહિત નુ તંત્ર ફળફળાદી ની આડેધડ વસુલાતી કિંમતો ઉપર નિયંત્રણ લાવે એ ખુબજ જરુરી બન્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here