રાજપીપલા ખાતે ‘આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ખેલાડીઓ રમતક્ષેત્રે નર્મદા જિલ્લાનું નામ રોશન કરે તેવી અંતઃ ઈચ્છા વ્યક્ત કરતા મહાનુભાવો

ખેલાડીઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના કેળવી પ્રોત્સાહિત કરવાના આશય સાથે વિવિધ દિવસોની ઉજવણી કરાઈ

શ્રી છોટુભાઈ પુરાણી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તથા શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળા ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ડે તથા આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ડે ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ – DLSS ના કોચ દ્વારા કરાયેલા આ સુંદર આયોજનનો હેતુ નર્મદા જિલ્લાના બાળકોને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો તથા એક સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં રમતક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી રમતક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરે તેવી અંતઃ ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપનારા રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળના મંત્રી કિરણસિંહ ગોહિલ, કેમ્પસના ડાયરેકટર કૌશિકભાઈ ગોહિલ, કોલેજ-શાળાના આચાર્ય હસમુખ ભાઈ પટેલ અને કચ્ચુભાઈ રાઠવા, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઇ વસાવા સહિત કોચ-ટ્રેનર્સ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here