રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના યુવા ખેલાડીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ સ્પર્ધામાં પસંદગી પામ્યાં

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

4 થી એપ્રિલ ના રોજ ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે

સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજયુકેશન-રાજપીપલામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઋષિલ સંચાણીયા અને સંદીપ શર્મા પોતાનો કુશળ કૌશલ્યમાં બોક્સિંગ ક્ષેત્રે પારંગત થઈ આગામી એપ્રિલ મહિનામાં ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે.

યુનિવર્સિટીની રમતમાં પસંદગી પામેલા આ વિધાર્થીનું નેશનલ સિલેકશન તા.૧૬-૧૨- ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ઋષિલ સંચાણીયાએ ૫૪થી ૫૭ કિલો વેઇટ કેટેગરીમાં અને સંદીપ શર્માએ ૭૫થી ૮૦ કિલો વેઇટ કેટેગરીમાં પસંદગી પામી હવે પોતાનું સ્થાન અજમાવશે. હવે આગામી તા.૪-૪-૨૦૨૩ના રોજ ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ ટુર્નામેન્ટમાં નર્મદા જિલ્લાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજયુકેશન-રાજપીપલામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનું કૌવત દાખવશે. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.હસમુખ પટેલ, કોલેજ પરિવાર અને ગુજરાત રાજ્ય વ્યાયામ પ્રચારક મંડળે તેમને શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here