નર્મદા જીલ્લામાં ભ્રષ્ટાચાર ફેલાયાના ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપ સામે સાંસદ મનસુખ વસાવાના પ્રતીઆરોપ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ખાતે આજે ઓપન ડીબેટમાં પહોંચતા પેહલા જ ધારાસભ્ય ચૈતર વસાવાને દેડિયાપાડા ખાતે પોલીસે અટકાવ્યા

સાંસદ મનસુખ વસાવા ની ઓપન ડીબેટ માંથી પાછી પાણી ની અટકળો

એપ્રિલફુલ તો નથી ને એ વાતે લોકો માં હતુ કુતૂહલ જેનો આવયો અંત

નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૈતર વસાવા ચુંટાઈ આવ્યા બાદ આદિવાસી પછાત વિસ્તાર એવા નર્મદા જીલ્લા માં રાજકરણ ગરમાયું છે, આમ આદમી પાર્ટી અને ભાજપા અનેક વાર સામ સામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે ત્યારે નર્મદા જીલ્લા માં આદિવાસીઓ ના કલ્યાણ અર્થે આદિજાતિ વિભાગ દ્વારા ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ની ગ્રાંટો માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ ધારાસભ્ય ચૈતર વસાવા એ લગાવ્યો હતો, ત્યારે સામાં પક્ષે ભાજપા ના સાંસદ મનસુખ વસાવા એ પણ ચૈતર વસાવા ઉપર તેમજ અન્ય રાજકીય આગેવાનો ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ લગાવ્યા હતા આ મામલા એ ભારે તુલ પકડ્યું હતું.

સાંસદ મનસુખ વસાવા એ ધારાસભ્ય ચૈતર વસાવા ને આજરોજ રાજપીપળા ખાતે ગાંધીજી ની પ્રતિમા પાસે ભ્રષ્ટાચાર ના મુદ્દે ઓપન ચર્ચા કરવાની ચેલેન્જ આપી હતી,જેનો સ્વીકાર કરી આજરોજ ડેડીયાપાડા ના ધારાસભ્ય રાજપીપળા ખાતે આવતાં તેઓને પોલીસે ડેડીયાપાડા માંજ અટકાવ્યા હતા, જેથી રાજપીપળા ખાતે ભ્રષ્ટાચાર મુદ્દે થનાર ઓપન ચેલેન્જ આજરોજ પેહલી એપ્રિલ હોય ને લોકો માટે અપ્રિલ્ફૂલ સમાન નીવડી હતી.

આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યુ હતું કે પોતે સાંસદ મનસુખ વસાવા એ ચર્ચા વિમર્શ કરવાની ચેલેન્જ આપી હોય ને પોતાના ઘરે થી રાજપીપળા જવા માટે ડેડીયાપાડા ખાતે આવતાં પોલીસે તેઓને રાજપીપળા જતાં અટકાવ્યા છે પોતાની ઓફીસ માં પણ પોલીસ જવા દેતી નથી,નો પોલીસ વિભાગ ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો, પોલીસે પોતાને સાંસદ ચર્ચા કરવા માંગતા ન હોવાનું પણ ચૈતર વસાવા એ જણાવ્યુ હતું. જોકે ધારાસભ્ય ચૈતર વસાવા એ જો સાંસદ ઉપસ્થિત રહે તો આદિજાતી ઓના પ્રશ્નો નું ચર્ચા વિમર્શ કરી નિરાકરણ આવે, સાંસદ આમંત્રિત કરી ને ખસી ગયા નો આરોપ લગાવ્યો હતો, અમો તો રાજપીપળા સાંસદ ના મેહમાન બનીને જવાના હતા. પરંતુ પ્રશાસન ની ખોટો દુરુપયોગ કરી અમને રાજપીપળા જતા અટકાવ્યા છે.

નર્મદા જિલ્લા માં સાંસદ મનસુખ વસાવા આખાબોલા રાજનેતા હોય ને તેઓ અવાર નવાર ભરસતાચર નાં મુદ્દા ને ઉઠાવતા હોય છે અને સાંસદ પોતે ઍક સ્વરછ છબી ધરાવે છે, આ મામલે આદિજાતિ વિભાગ દ્વારા કરોડો રૂપિયા નર્મદા જીલ્લા માં ફાળવવામાં આવ્યા અને જેનો લાભ આદિવાસીઓ ને મળતો નથી નો આરોપ જે ચૈતર વસાવા લગાવી રહયા છે જો આ મામલે તપાસ હાથ ધરવામાં આવે તો સમગ્ર મામલો પ્રકાશમાં આવે. શુ આમ થશે ખરું કે માત્ર આરોપ પ્રત્યારોપણ જ થતાં રેહસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here