મોડાસાના જાણીતા ડોક્ટર અશોક ઈસરાનીની હત્યા કરવા સોપારી લઈને આવેલા બે શખ્સોને પોલીસે દબોચી લીધા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા શહેરના જાણીતા ડોક્ટરની સોપારી લઈને
હત્યાના ઇરાદે આવેલા આંતરરાજ્યના બે શખ્સોને મોડાસા બસ પોર્ટ વિસ્તારમાંથી લિયો પોલીસ ચોકીપાછળ ડોક્ટર
હાઉસની બાજુમાં મોડાસા ટાઉન પોલીસ ના ડી સ્ટાફના
માણસો અને પોલીસ ટીમ નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવતા બાઇક ચાલકને રોકી પૂછપરછ કરતા સમગ્ર
મામલાનો ભાંડો ફૂટ્યો હતો
ડોક્ટરની સાળીને તેના સાઢુ જોડે મન મેળ નહોય સાઢુ
એજ ડોક્ટરને મારવાની સોપારી આપી હોવાનું ડોક્ટર
જણાવ્યું હતું
આરોપી ઓને પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો
પોલીસે આરોપી ૧. યશવંત મદનલાલા આહીરવાલ રોહિત. રહે. બોરાખેડી તા. જીલ્લો મનસોર. ૨.શહેજાદ ખાન સન ઓફ સલમાન ખાન હરીરખાન રહે. સાલાર મસ્જિદ મંગલવારા વસીમ મહારાષ્ટ્ર. જ્યારે આરોપી કમલકુમાર ચંદન કુમાર હોતવાની રહે.મનસોર. મધ્ય પ્રદેશ અને રોહિત ગણપતલાલ રોહિત તા. જીલ્લા મનસોર મધ્ય પ્રદેશ વોન્ટેડ થઈ ગયા છે .
તેમને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here