મોટરસાયકલ પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને મુદ્દામાલ સાથે ઝડપી ને કાયદેસરની કાર્યવાહી કરતી તિલકવાડા પોલીસ

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક કેવડયા વિભાગના વાણી બેન દુધાત અને C.P.I શુકલા ના માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃતિને નાબૂદ કરવા માટે ડ્રાઈવ કરવામાં આવે છે જેમાં તિલકવાડા પોલીસ સ્ટેશનના P.S.I – M.B.વસાવા ને મળેલી બાતમી ના આધારે પોતાની સાથે A.S.I સુભાષભાઈ બળવંતભાઈ SRD કપિલભાઈ નટવરભાઈ ગીરીશભાઈ સહિત અન્ય સ્ટાફ સાથે તિલકવાડાં તાલુકાના ફતેપુરા થી વોરા ચોકડી વચ્ચે વોચમાં ગોઠવી હતી.દરમિયાન વોરા ચોકડી તરફથી(1) વિક્રમભાઈ નરગાવા(2) જીતેન્દ્રભાઈ નરગાવા નામક બે ઈસમ મોટર સાયકલ પર થેલા લઈને આવતા તેમના પર સક જતા તેઓને રોકી તપાસ કરતા થેલામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ 500 ML બીયર 100 રૂપિયા ની કિંમતના 144 નંગ કુલ કિંમત 14400 અને રોયલ બાર વિસકી કિંમત રૂ 300 લેખે 46 નંગ કિંમત રૂપિયા 13800 નો મળી આવ્યો હતો સાથે બે મોબાઇલ ફોન કિંમત 6000 અને બે મોટરસાઇકલ કિંમત રૂપિયા 65000 મળી કુલ 99.200 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી ને બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીસન એક્ટ મુજબ કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here