મહિલા દિન અંતર્ગત રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સીનીયર સિટિઝન મહિલાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ચાલુ વર્ષે ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત સરકારશ્રી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા જીલ્લા કક્ષાની સિનીયર સીટીઝન બહેનો માટે, (૬૦ વર્ષથી ઉપરના મહિલાઓ માટે) એથલેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને આપવા અને વધારે વિગત માટે જીલ્લા રમત અધિકારીશ્રી ની કચેરી, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે રૂબરૂમાં તા.૧૬/૦૩/૨૩ સુધીમાં સંપર્ક કરવા જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
એથલેટીક્સની સ્પર્ધા તા.૧૭ માર્ચ અને યોગાસન, ચેસ તેમજ રસ્સાખેંચ આ ત્રણ સ્પર્ધા તા.૧૮ માર્ચના રોજ એકલવ્ય એકેડેમી, નસવાડી ખાતે યોજાનાર છે. અન્ય પૂછપરછ માટે વિજય બામણીયા મો.૯૯૨૫૧૬૭૮૦૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here