“મદ્રેસા એ ગૌષિયા” તેજગઢ ખાતે મદ્રેસાના બાળકોનો વાર્ષિક જલશો યોજવામાં આવ્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

“વાર્ષિક જલશામાં કસોટી કરીને બાળકો ને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા”

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ મુકામે એહલે સુન્નત વલ જમાત કસ્બા મુસ્લીમ પંચ સંચાલિત “મદ્રેસા એ ગૌષિયા” નો વાર્ષિક જલશા નો આયોજન કરવામાં આવ્યો જેમાં મદ્રેસામાં ઈસ્લામિક અભ્યાસ કરતાં બાળકો ની વિવિધ પ્રકારની કસોટીઓ કરીને બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરી ઈનામ આપવામાં આવ્યા.જલશાના મુખ્ય મહેમાન તરીકે વટવા,અમદાવાદ થી પીરે તરીકત બુખારી સૈયદ અલીરઝા બાવા સાહબ ની હાજરીમાં બાળકોની કસોટીઓ લેવામાં આવી અને બાવા સાહેબ ના હસ્તે બાળકોને ઇનામો વિતરણ કરાવવામાં આવ્યા જેથી બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો તથા પરીક્ષક તરીકે વડોદરા તથા બોડેલી થી આલિમે દિન ને બહાર થી બોલાવવામાં આવ્યા હતા. જેઓ દ્વારા બાળકોના પ્રદર્શન ને જોઈ માર્કિંગ કરવામાં આવ્યું હતું. જેથી કરીને કસોટીઓ માં પારદર્શિતા જળવાઈ રહે. સંચાલકો દ્વારા પણ વિવિધ પ્રકારની વયવસ્થાઓ કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
મદ્રેસાના બાળકો દ્વારા નાતેપાક, તકરીર, ઈસ્લામિક સવાલ જવાબ વગેરે પ્રવુતિઓ સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવી. મદ્રેસાના બાળકોમાં ઉત્સાહ આવે અને પ્રોત્સાહન મળી રહે માટે દર વર્ષે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે બાળકો માં ઇસ્લામ ની સાચી સમજ ઊભી થાય અને બાળક સત્યના માર્ગ પર ચાલે અને બાળકમાં સારા ગુણો નો સિંચન થાય તથા બાળકોની છુપાયેલી શક્તિઓ સામે આવે જેથી બાળકોની પ્રગતિ થાય એ હેતુ થી આ પ્રકારના જલશાઓ નું આયોજન થતું હોય છે નાના બાળકો દ્વારા આ કાર્યક્રમમાં વિવિધ પ્રવુતિઓ રજૂ કરવામાં આવી જેને જોવા માટે બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા. આ સાથે જે મૌલાના બાળકોને ઈસ્લામિક તાલીમ આપે છે તેઓની પણ એક પ્રકારે પરીક્ષા કહેવાય કેમકે આખા વર્ષ દરમિયાન તેઓ દ્વારા બાળકોને જે પાઠ આપવામાં આવ્યા હોય તે બાળકો આ પરીક્ષામાં ખરા ઊતરે અને પોતે આગળ વધે જેના દ્વારા જાહેર થતાં સૌવ થકી સૌની પ્રગતિ થાય એ આ જલશાનો હેતુ છે. તેજગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમ માં નાના બાળકો સહિત તમામ મુસ્લીમ સમાજ માં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here