ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ… યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ UNFPA ના જાહેર કરેલા અહેવાલ માં ભારતની વસ્તી 144 કરોડ ઉપર પહોંચી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

O થી 14 વર્ષની વય ધરાવનારાઓ ની વસ્તી 24 ટકા

નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો અને દેશ મા સારી આરોગ્ય લક્ષી સેવાઓ વસ્તી વધારાના નું કારણ

ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011 માં હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આજદિન સુધી વસ્તી ગણતરી કરવામાં આવી નથી!!! દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે પરંતુ 2024 સુધી કોઈ પણ પ્રકારની વસ્તી ગણતરી હાથ ધરાઇ નથી. 2011માં વસ્તી ગણતરીના આંકડાઓ અનુસાર તે સમયે ભારત ચીન પછી બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો અને દેશની વસ્તી 121 કરોડ હતી.

યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) એ ભારતનો તાજેતરનો વસ્તી અહેવાલ જાહેર કર્યો છે. જે મુજબ ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. યુનાઇટેડ નેશનસ પ્રોપ્યુલર ફંડ ના અહેવાલ મુજબ ભારતની વસ્તી 144 કરોડ થઈ ગઈ છે.
આમાં 24 ટકા વસ્તી 0 થી 14 વર્ષથી ઓછી વયની છે.

યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) એ ભારતનો તાજેતરનો વસ્તી અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આવનારા 77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થઈ જશે. વસ્તીની સાથે રિપોર્ટમાં નવજાત બાળકોના મૃત્યુ, મહિલાઓની સ્થિતિ અને LGBTQ વગેરેનો ડેટા પણ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં માતૃ મૃત્યુમાં મોટો ઘટાડો થયો છે.

રિપોર્ટ અનુસાર કઈ ઉંમરના કેટલા લોકો?
યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ અનુસાર ભારતની 144.17 કરોડ વસ્તીમાંથી 24 ટકા 0-14 વર્ષની વય જૂથમાં છે જ્યારે 17 ટકા 10-19 વર્ષની વય જૂથમાં છે. એટલું જ નહીં ભારતમાં 10-24 વર્ષની વય જૂથમાં પણ 26 ટકા છે જ્યારે 15-64 વર્ષની વય જૂથમાં સૌથી વધુ 68 ટકા છે. આ ઉપરાંત ભારતની 7 ટકા વસ્તી 65 વર્ષ અને તેથી વધુ વયની છે જેમાં પુરુષોનું આયુષ્ય 71 વર્ષ અને સ્ત્રીઓનું 74 વર્ષ છે.

માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે વિશ્વભરના આવા તમામ મૃત્યુના 8 ટકા છે. ભારતમાં આ સફળતાનો શ્રેય જનતાને સસ્તી અને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અને લિંગ ભેદભાવ ઘટાડવાના સરકારના પ્રયાસોને આપવામાં આવ્યો છે.

PLOSના ગ્લોબલ પબ્લિક હેલ્થ રિપોર્ટને ટાંકીને UNFPAએ જણાવ્યું હતું કે, સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતના 640 જિલ્લાઓમાંથી એક તૃતીયાંશ જિલ્લાઓએ માતા મૃત્યુ ઘટાડવા માટે ટકાઉ વિકાસ લક્ષ્‍ય હાંસલ કર્યું છે. ભારત સરકાર દ્વારા નવજાત મૃત્યુ દર ઘટાડવા અને શિશુઓ અને માતાઓને પૌષ્ટિક આહાર આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સારી અને સસ્તી આરોગ્ય સેવા એ પણ વસ્તી વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here