ભાટીયા ગામમાં પ્રજાસતાક દિવસની સાદગાયથી ઊજવણી

પ્રવાસી પ્રતિનિધિ,

ભાટીયામા ૭૨ મા પ્રજાસતાક દિવસ નિમિત્તે શ્રી એલ.એન.પી શાળાના પટાંગણમાં સરકાર શ્રીના પ્રોટોકોલ મુજબ ધ્વજ-વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સવારનાં ૮:૦૦ કલાકે શાળાના આચાર્ય શ્રી પ્રિયંકભાઇ તેમજ પ્રમુખ શ્રી લક્ષ્મીબેન અને ટ્રસ્ટી શ્રી રામભાઈ અને શાળાના સ્ટાફ તથા ભાટીયા ગામની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના ડાયરેક્ટર શ્રી પરસોત્તમભાઈ તથા સતવારા સમાજના આગેવાન શ્રી ખીમભાઈ તેમજ વાલી ગણની રૂબરૂમા લક્ષ્મીબેન ના શુભ હસ્તકે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમા શ્રી ડી.એલ.પરમાર સાહેબે ટૂંકા પ્રવોચન માં જણાવ્યું હતું કે વિધ્યાર્થીઓએ અભ્યાસની સાથે ઇતર પ્રવ્રુતિઓ કરવી જોઈએ,અને વધુમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ આપણે માતા -પિતા, સમાજ અને દેશનું સન્માન જાળવવુ જોઈએ. ત્યારબાદ સંગીતના નિષ્ણાત એવા પરશોતમભાઈ એ વિદ્યાર્થીઓને સંગીત ક્ષેત્રે આગળ વધવા પ્રેરીત કરેલ. ત્યરબાદના કાર્યક્રમમાં ખીમભાઇ એ ધોરણ 10 અને 12 નો અભ્યાસ કર્યાબાદ સરકારી નોકરી મેળવવા માટે કેવી રીતે તૈયારી કરવી તેનું માર્ગદર્શન આપેલ હતું . કાર્યક્રમ ના અંતે આભારવિધિ શાળાના શિક્ષક શ્રી દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here