બોડેલી : ૫૦ લાખની ખંડણી બાદ દગાજી ભેરાજી વણઝારાનું મર્ડર થતાં નગરમાં ચકચાર…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી વિગતો મુજબ દગાજી ભેરાજી વણઝારા રહે જબુગામ તાલુકો બોડેલી જીલ્લો છોટાઉદેપુર તેમને વ્યવસાય જેસીબી મશીન ટ્રેક્ટર જેવો જેસીબી મશીન અને ટેકટર ભાડે આપી ગુજરાન ચલાવે છે તારીખ 11 ના રોજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા દગાજી ભેરાજી વણઝારા નું કિડનેપ કરી મર્ડર કરવામાં આવ્યું તૈવૂ લાગે છે માહિતી મળ્યા મુજબ ત્રણ વાગ્યા પછી દગાજી ભેરાજી વણઝારા ઘરે થી ચા પીને નીકળ્યા હતા ત્યારે એમના દીકરા એ ફોન કરતા કોઈ અજાણી વ્યક્તિ ફોન ઉપાડીને ૫૦ લાખની માંગણી કરી હતી અને એવું પણ કહ્યું હતું કે તારા ઘરની આસપાસ મારા માણસો ફરે છે તારા પપ્પાને છોડાવું હોય તો પચાસ લાખ લઈ ને હું કહું ત્યા આવી જા અને પોલીસને જાણ કરી તો તારા પપ્પાને મારી નાખીશ એવું પણ જણાવ્યું હતું અને નરસિંહભાઈ દલાજી વણઝારા બોડેલી પોલીસને જાણ પણ કરી હતી ત્યારે બોડેલી પોલીસ આ વાતની તપાસ કરવા માટે નીકળ્યા હતા ત્યારે કોઇ એ ફોન કરીને કીધું કે તારા પપ્પાનું મોટરસાયકલ ચાપરગોટા પાસે જીવનપુરા પાસે રોડ ઉપર પડયું છે તે તપાસ કરતા ત્યાંના ખેતરમાં જતા દગાજી વણઝારા નું મર્ડર કરેલી હાલતમાં મળી આવતા બોડેલી પંથકમાં ચકચાર મચી ગયો છે જ્યારે બોડેલી પોલીસ સ્ટેશન પીએસઆઇ યુ આર ડામોર સાહેબ આ ગુનેગારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here