બોડેલી : રંગોનો તહેવાર હોળી – ધુળેટી પર્વ નજીક આવતા ઠેર ઠેર કેસૂડાના ફૂલો પુરબહારમાં ખીલી ઉઠ્યા….

બોડેલી,(છોટા ઉદેપુર) ઇમ્તિયાઝ મેમણ

રંગોનો તહેવાર હોળી – ધુળેટી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પ્રકૃતિ પણ ચારે તરફ મ્હોરી ઉઠી હોઈ તેમ બોડેલીની આસપાસના માર્ગો પર ઠેર ઠેર કેસૂડાના ફૂલો પુરબહારમાં ખીલી ઉઠ્યા છે બોડેલીના આસપાસના માર્ગ પર કેસુડો બરાબર ખીલેલો દેખાય છે પણ પહેલાની જેમ કેસૂડાના ફૂલનો ઉપયોગ અત્યારે થતો નથી.કેમકે કેમિકલ રંગોથી ધુળેટી લોકો રમતા વધુ જોવા મળી રહ્યા છે આવા રંગો શરીર માટે નુકસાન કર્તા હોઈ છે છતાં લોકો તેનો ઉપયોગ યુવાવર્ગ વધુ કરે છે ખરેખર પર્વનો આનંદ નિદોષ મસ્તીથી લેવો જોઈએ. કેસૂડાના ફૂલોનો રંગ બનાવી હોળી ખેલાય તો આનંદ સાથે શરીરને પણ ફાયદો થાય છે કુદરતી રંગનો ઉપયોગ થાય તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here