બોડેલી : માય શાનેન સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી કરવામાં આવી

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિતાઝ મેમણ

બોડેલીના હાલોલ રોડ પર આવેલ માય શાનેન સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જીલ્લાના ભા.જ.પા. પ્રમુખ રશ્મિકાંત વસાવાના ધર્મપત્નિ ઉર્મિલાબેન વસાવા, મોચી દિપ્તીબેન સંજયભાઇ, પટેલ ઇલાબેન હિતેશભાઇ તેમજ શાળાના ટ્રસ્ટી લોકેન્દ્રસિંહ વાંસદીયા, રાજપરમાર સંજયસિંહ અને ગુજરાતી માધ્યમિકના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માય શાનેન સ્કૂલના પાંચ વર્ષ પૂર્ણ થતા તે નિમિત્તે ફાઉન્ડેશન ડે ની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી તેમજ ઉર્મિલાબેન વસાવાએ આંતરરાષ્ટ્રીય મહીલા દિન નિમિત્તે વક્તવ્ય આપીને બધાને પ્રોત્સાહીત કર્યા હતા. શાળાના ટ્રસ્ટી દ્રારા પધારેલ મુખ્ય મહેમાનનું મુવમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના તમામ મહિલા શિક્ષકોનું મેડલ્સ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here