બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા છોટા હાથી ગાડી મળી કુલ કિ.રૂ .૨,૬૦,૪૯૦ નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હેઠળ ના રોજ એ.એસ. શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષકશ્રી એ.વી.કાટકડ નાઓની સુચના અને માર્ગદર્શન પ્રોહી / જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા તેઓશ્રીના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં પો.સ.ઈ શ્રીઓને પ્રોહીની પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે આધારે તા .૧૫ / ૦૯ / ૨૦૨૨ સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે ચલામલી આ પો વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળેલા તે દરમ્યાન બાતમીદારથી બાતમી કવાંટ રોડ તરફથી એક છોટા હાથી ગાડી રજીસ્ટર નંબર GJ – 16 – X 3648 ની અંદર લોખંડની પ્લેટોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ભીલવાણીયા તરફ આવે છે . જે બાતમી આધારે નજીક માથી બે પંચોના માણસો બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી પંચોને સાથે રાખી છોટા હાથી ગાડી રજીસ્ટર નંબર GJ – 16 – X – 3648 ગાડી આવતા તેને કોર્ડન કરી ઉભી રખાવેલ અને સદર ગાડીના ચાલકને ગાડીમાથી નીચે ઉતારી ગાડીના પાછળના ભાગે જોતા લોખંડની પ્લેટો મુકેલ હતી જે પ્લેટો હટાવી તપાસ કરતા પ્લેટોના નીચેના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીનની છુટી બોટલોમા વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જેથી છોટા હાથી ગાડી ભરેલ છુટા છવાયા ૧૮૦ મી.લીના બોટલ નંગ -૪૧૩ તથા પતરાની ટીન નંગ -૪૮ મળી કુલ બોટલ નંગ -૪૬૧ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જુદી જુદી બ્રાંડનો કિરૂ ૫૮,૪૯૦ / નો વગર પાસ પરમીટનો રાખી તથા લોખંડની પ્લેટો નંગ -૨૦ કિ.રૂ .૨૦૦૦ / -તથા વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ છોટા હાથી ગાડી રજીસ્ટર નંબર GJ – 16 – X – 3648 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦- / મળી કુલ કિ.રૂ .૨,૬૦,૪૯૦ / નો મુદામાલ પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામા આવેલ છે.આમ બોડેલી પોલીસની કામગીરીથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમા ફફડાટ વ્યાપી ગયેલ છે . તા .૧૫ / ૦૯ / ૨૦૨૨ સારી કામગીરી કરનાર માણસો ( ૧ ) પો.સ.ઇ.એ.એસ.સરવૈયા પકડાયેલ આરોપી : ( ૧ ) ભુરો ઉર્ફે દીક્ષીતભાઇ શનાભાઇ જાતે તડવી રહે નસવાડી રાયણઘોડા ફળીયુ તા.નસવાડી જી છોટાઉદેપુર પકડવાના બાકી આરોપીઓ ( ૧ ) રાજેંદ્રપ્રસાદ રામાશંકર જયસ્વાલ ઉર્ફે રાજુબાદશાહ રહે નસવાડી તણખલા ચોકડી તા નસવાડી જી.છોટાઉદેપુર ( ૨ ) રજ્જુભાઇ ડુંગરીયાભાઇ જાતે ભીલ રહે કોસિંદ્રા સુકલી કોતરડી તા.બોડેલી જી.છોટાઉદેપુર ( ૨ ) અ.હે.કો. રણજીતસિંહ બળવંતસિંહ બ.નં .૩૯૦ ( ૩ ) અ.પો.કો.હરેંદ્રસિંહ જયેંદ્રસિંહ બ.નં .૦૮૯ ( ૪ ) અ.પો.કો.ચિતનભાઇ દિનેશભાઇ બ.નં .૦૧૮૫ નાઓએ ટીમ વર્કથી કામગીરી કરેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here