બોડેલી તાલુકાના મોટીવાટ ગામે નાનીવાટ મોટીવાટને જોડતા સ્લેબડ્રેઇનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના વરદહસ્તે કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના મોટીવાટ ગામે નાનીવાટ મોટીવાટને જોડતા સ્લેબડ્રેઇનનું કામ ન થતા બંને ગામના ગ્રામજનોનો સંપર્ક ચોમાસામાં તૂટી જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.શાળાએ ભણવા જતા નાના બાળકોનો અભ્યાસ પણ બગડતો હતો.
બંને ગામોના ગ્રામજનોએ લેખિતમાં ધારાસભ્યને આપતા સરકારે નાનીવાટ મોટીવાટને જોડતા સ્લેબડ્રેઇનના કામ માટે ૧૪૭ લાખ રૂપિયા ફાળવી તેને વહીવટી મંજૂરી આપી એજન્સીને સોંપવામાં આવતા તેનું ખાતમુહૂર્ત ૧૩૮ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.જેને લઈને બંને ગામોના ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.ગ્રામજનોને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક ગામડાઓને રસ્તા,સ્લેબડ્રેનેજ,નાના પુલો મંજુર કરી જોડવાનું કામ કર્યું છે.જે અંતર્ગત અનેક ગામડાઓમાં જોડાણ કરાતા ગ્રામજનોની મુશ્કેલી દૂર થઇ છે.કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજાના હિતમાં નિર્ણય લઈને અનેક યોજનાઓ થકી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે.આ ખાતમુહૂર્તનાં કાર્યક્રમમાં જિલ્લા મંત્રી સ્નેહાબેન,પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા,પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ઉષાબેન,વડોદરા પૂર્વ જિલ્લા પ્રમુખ ગોવિંદભાઇ રાઠવા,જિલ્લા બક્ષીપંચ મોરચા અધ્યક્ષ ભગુભાઈ પંચોલી,તાલુકા મંત્રી કાજલબેન,પાવીજેતપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ રાઠવા,વણઘા ચલામલી કેળવણી મંડળના પ્રમુખ શાંતિભાઈ પટેલ,જિલ્લા મીડિયા સેલના કન્વીનર પરિમલ પટેલ,તાલુકા યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત,માર્ગ મકાન વિભાગના ડી.ઈ.ભાભોર,જયેશભાઇ,એસ.ઓ સહીત સરપંચો,કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here