બોડેલી તાલુકાના પાંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બોડેલી સેવાસદન ખાતે વિશ્વ મેલેરિયા દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

તા. 25/04/2023 ના રોજ વિશ્વ મેલેરિયા દિન ની ઉજવણી નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંધરા ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેલેરિયા દિન ની ઉજવણી નિમિત્તે સ્ટોલ ઊભો કરી આઈ.ઈ.સી કરવામાં આવી તેમજ રેલી કાઢવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષા એ થી પધારેલ જિલ્લા મેલેરિયા લેબ ટેકનિશિયન પિનાકિનભાઈ ઝાલા, જયેન્દ્રસિંહ પરમાર તથા પ્રા.આ.કેન્દ્ર પાંધરા સ્ટાફ હાજર રહી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો ની અટકાયતી માટે પત્રિકા વિતરણ બેનર દ્વારા જન જાગૃતિ પોરા પ્રદર્શન કરવામાં આવેલ જેમાં મચ્છર ઉત્પત્તિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને દવા યુક્ત મચ્છરદાની નો ઉપયોગ માટે સમજૂતી આપી એસ.બી.સી.સી અંતર્ગત જૂથ ચર્ચા કરવામાં આવી હતી. બાદ માં સેવાસદનથી શરૂ કરી અલીપુરા ચોકડી સુધી રેલી કાઢી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા અટકાયતી માટે જન જાગૃતિ સ્વરૂપે રેલી યોજવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here