બોડેલી તાલુકાના તાડકાછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને ઘટાડવા માટે ભગીરથ પ્રયાસના ભાગરૂપે મમતા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના તાડકાછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને ઘટાડવા માટે ભગીરથ પ્રયાસના ભાગરૂપે મમતા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દ્વારા સ્વસ્થ માતા થકી સ્વસ્થ સંતાન,સગર્ભા ધાત્રી માતાઓની તપાસ,પ્રધાનમંત્રી માતૃવંદના યોજના તેમજ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ થકી સોનોગ્રાફી,લોહીની તપાસ,ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અંગે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા,છોટાઉદેપુર જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા ભાજપા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા આરોગ્ય અધિકારી,પદાધિકારીઓ,જિલ્લા,તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ લાભાર્થી બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.(ફોટો વિગત): બોડેલી તાલુકાના તાડકાછલા ગામે મમતા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here