“આણંદ રસરાજ” તાજેતરમાં આકૃયુ દ્વારા વિકસાવવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાની કેરીની જાત

આણંદ, ચારણ એસ વી (બોડેલી) :-

તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદે ગુજરાત રાજ્ય માટે “આણંદ રસરાજ (ગુજરાત કેરી ૧)” નામની કેરીની નવી જાત વિકસાવી છે અને ખેડૂતો માટે બહાર પાડી છે જે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે. માનનીય કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા તેમજ સંશોધન નિયામકશ્રી ડૉ. એમ. કે. ઝાલાની પ્રેરણાથી કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ ખાતે કાર્યરત ડો. એચ.સી. પરમાર, ડો. વિનોદ બી. મોર અને આકૃયુના અન્ય વૈજ્ઞાનિકોના છેલ્લા કેટલાક વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં લગભગ ૨૨ વર્ષના લાંબા સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવવામાં આવી છે..
ગુજરાત રાજ્યમાં ખેડૂતો મોટે ભાગે સૌથી વધુ લોકપ્રિય જાતો જેવી કે કેસર અને લંગડાની ખેતી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ તો, ગુજરાત કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતેથી વર્ષ ૨૦૦૦માં બહાર પાડવામાં આવેલી સોનપરી વેરાયટીની સારી એવી માંગ રહે છે. આજકાલ ગ્રાહકોની પસંદગી મોટાભાગે ફળોની ગુણવત્તા, સ્વાદ અને લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા પર આધારિત છે. લંગડો ખૂબ જ સારી જાત હોવા છતાં, તે પાક્યા પછી લાંબા સમય સુધી ટકી શકતી નથી જ્યારે કેસર તેની ઉચ્ચ ગુણવત્તા તેમજ સ્વાદને કારણે સ્થાનિક તેમજ વિદેશના બજારમાં ખૂબ જ સારી માંગ ધરાવે છે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન, આ આંબાની નવી જાત “આણંદ રસરાજ” બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે. તદુપરાંત, આ જાતને કાપીને તથા રસ બનાવીને બન્ને રીતે આરોગી શકાય છે તથા દર વર્ષે ફળ બેસે છે અને લગભગ ૧૧૦ દિવસે પાકી જય છે. “આણંદ રસરાજ” ની બીજી સારી વિશેષતા તેની નિયમિત ફળ આપવાની આદત છે જે લંગડા અને દશેહરી જેનો જાતોમાં જાતોમાં અભ ય સુધી ટકી શકતી નથી જ્યારે કેસર તેની ઉચ્ચ ગુણવત્તા તેમજ સ્વાદને કારણે સ્થાનિક તેમજ વિદેશના બજારમાં ખૂબ જ સારી માંગ ધરાવે છે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન, આ આંબાની નવી જાત “આણંદ રસરાજ” બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે. તદુપરાંત, આ જાતને કાપીને તથા રસ બનાવીને બન્ને રીતે આરોગી શકાય છે તથા દર વર્ષે ફળ બેસે છે અને લગભગ ૧૧૦ દિવસે પાકી જય છે. “આણંદ રસરાજ” ની બીજી સારી વિશેષતા તેની નિયમિત ફળ આપવાની આદત છે જે લંગડા અને દશેહરી જેનો જાતોમાં જાતોમાં અભાવ જોવા મળે છે. જબુગામ ખાતે સંશોધન દરમિયાન જાણવા મળ્યું હતું કે, આંબાની આ જાત સાતથી નવમા વર્ષે પ્રતિ હેકટરે ૧૧.૪૯ ટન જેટલું ફળનું ઉત્પાદન આપે છે જે અન્ય જાતો લંગડો, દશેહરી, કેસર, સોનપરી, સિંધુ અને મલ્લિકા કરતા અનુક્રમે ૨૯.૮૬, ૪૪.૯૫, ૩૦.૪૫, ૩૧.૩૫, ૭૭.૧૬ અને ૨૭.૮૪ ટકા વધારે છે. આ જાતના ફળ મધ્યમથી લાંબા, વચ્ચેથી ગોળ, લીસા તથા પાકે ત્યારે ઉપરથી પીળા રંગની છાલ ધરાવતા અને માવો મધ્યમ પીળા રંગનો હોય છે. આ જાતમાં ફળનું વજન (૨૬૮.૨ ગ્રામ), માવાનું વજનપ્રતિ ફળ (૨૧૦ ગ્રામ), છાલનું વજન પ્રતિ ફળ (૨૮.૮૦ ગ્રામ), માવા:ગોટલાનો રેશીયો (૭.૧૫) અને માવા:છાલનો રેશીયો (૭.૨૮) અન્ય જાતો કેસર અને લંગડા કરતા વધારે અને સોનપરી જેટલો હોય છે. આ જાતમાં ફળમાખીથી થતું નુકસાન અંકુશ જાતો કરતા પ્રમાણમાં ઓછું જોવા મળેલ છે. ગુણવત્તાની દ્રષ્ટિથી જોઈએ તો આ જાતમાં નોન-રીડ્યુસીંગ સુગર (૧૪.૩૬%), ફીનોલ (૦.૨૯%), કુલ એન્ટીઓક્સીડન્ટ એકટીવીટી (૦.૧૨૩%), ફ્લેવેનોઈડ (૦.૦૫૧%), બીટા કેરોટીન (૧૨.૧૭ પીપીએમ) અને કુલ કેરોટીનોઇડ્સ (૧૯.૦૩ મિ.ગ્રા./૧૦૦ ગ્રામ) જોવા મળેલ છે જે અંકુશ જાતો કેસર અને સોનપરી કરતા વધારે છે. આ જાતના ફળમાં અંકુશ જાતોની સરખામણીએ રેસાઓનું પ્રમાણ (૦.૪૮ %) ઓછું જોવા મળેલ છે જે કેરીના ફળ માટે મહ . આ જાતના ફળમાં અંકુશ જાતોની સરખામણીએ રેસાઓનું પ્રમાણ (૦.૪૮ %) ઓછું જોવા મળેલ છે જે કેરીના ફળ માટે મહત્વનો ગુણ છે. 
આ નવી જાતને યુનિવર્સિટીની તમામ સંશોધન સમિતિઓ તેમજ રાજ્યની બીજ સમિતિ દ્વારા મંજૂરી મળી ગયેલ હોઈ હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો તેમજ નર્સરી ઉત્પાદકોની માંગ તથા આગામી વર્ષોને અનુલક્ષીને કલમી છોડના ઉત્પાદન પર કામ કરી રહી  હોવાનુ જાણવા મળ્યુ                             

ડૉ.વિનોદ મોર (વૈજ્ઞાનિક આ.કૃ.યુ.જબુગામ): ઊનાળો આવે એટલે ફળોનો રાજા કેરી જરુર યાદ આવે કેરીના રસિયાઓ એ પણ અત્યારસુધી ધણી જાતની કેરીઓ આરોગી હશે જોકે હવે તેમના માટે આણંદ અને જબુગામ ખાતે આવેલ આકૃયુ ના વૈજ્ઞાનિકોના છેલ્લા ૨૨ વષૅથી અથાક પ્રયત્નો હાથ ધરી નવી કેરીની જાત વિકસાવી મોટી સફળતા મળી છે.                             

ડૉ.કે.સી.પરમાર(આકૃયુ જબુગામ): અન્ય કેરીઓ કરતાં આણંદ રસરાજ કેરીનું ઉત્પાદન વધુ શકતો હોવાનો દાવો કરુ છું કેરી શોખીનોને પણ કેસર, લંગડા,આફુસ સહિતની કેરીની જાત ખાઈને થાક્યા હતા કંટાળ્યા હતા જો હવે શોખીનોને વધુ મોજ કરવા આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ નવી જાતની કેરી વિકસાવી છે જેથી દેશમાં અને દુનિયામાં જબુગામ છવાયું છે  વૈજ્ઞાનિકોએ કરી કમાલ ખેડૂતોને પણ થશે મબલખ કમાણી  (ફોટો વિગત):આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ સ્વાદિષ્ટમાં શ્રેષ્ઠ કેરીની નવી જાત વિકસાવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here