બોડેલી તાલુકાના જબુગામ ખાતે લીગલ એડ ક્લિનિકનુ ઉદઘાટન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના જબુગામ ખાતે લીગલ એડ ક્લિનિકનુ ઉદઘાટન છોટાઉદેપુર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી.ગોહીલના હસ્તે કરવામાં આવ્યું હતુ જબુગામ ગ્રામ પંચાયત ખાતે બોડેલી તાલુકાના છેવાડાના માનવી સુધી મફત ન્યાયનો અધિકાર પહોંચે તે હેતુથી મફત કાનૂની સહાય અને સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે દેશમાં મોટી સંખ્યામાં લોકો વર્ષોથી કોટૅના ધક્કા ખાય છે અને કોઈ કેશ પાછળ આખું જીવન વિતાવી નાખે છે બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિતચંદ્ર રોહિતે જણાવ્યું હતું કે દેશમાં અમલમાં રહેલ તમામ કાયદાઓના પ્રબંધોનુ દરેક વ્યક્તિને જ્ઞાન હોતું નથી કાયદાની સહાયતા સબંધેની વિસ્તૃત જાણકારી તથા કાયદેસરની પ્રાથમિક જાણકારી ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવાના હેતુથી જબુગામ ખાતે લીગલ એડ ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે જેમાં દર મંગળવારે સલાહ સૂચન અર્થે લીગલ એડવાયઝર જબુગામ ગ્રામ પંચાયત ઓફિસે હાજર રહેશે અને જરૂરી મફત કાનૂની સહાય અને સલાહ સૂચન બાબતે જાણકારી આપશે છોટાઉદેપુર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી.ગોહીલે જણાવ્યું હતું કે દરેક નાગરિકને સ્થાનિક લેવલે સાચી સલાહ,સાચો ન્યાય મળે તે હેતુથી મફત કાનૂની સહાય અને સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે તેમજ સરકાર દ્વારા પ્રજા માટે કઈ કઈ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેની માહિતી અને તે યોજના માટે ક્યાંથી કેવી રીતે મળે અને તે માટે કંઈ કચેરીમાં અરજી કરવાની તે માટેની ખાતરી સાથે સહાય મદદ લીગલ એડ ક્લિનિક માંથી આપવામાં આવશે જબુગામ ખાતે શરૂ કરવામાં આવેલ લીગલ એડ ક્લિનિકના ઉદઘાટન પ્રસંગે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના ફુલ ટાઈમ સેક્રેટરી એમ.વી.પટેલ, બોડેલી એડી.સીવીલ જજ એ.પી.વમૉ, બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિતચંદ્ર રોહિત, બોડેલી મામલતદાર, બોડેલી પોલીસ મથકના પીએસઆઈ, બોડેલી સીપીઆઈ, બોડેલી વકીલ મંડળના સભ્યો, જબુગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શિતલબેન બારીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here