બોડેલી છોટાઉદેપુર હાઇવે મેરીયાનદી બ્રિજ ઉપર ટ્રકનો અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગત રાત્રે 1:00 વાગ્યાની આસપાસ મધ્યપ્રદેશ થી બટાકા ભરીને રાજકોટ તરફ જતી ટ્રક નંબર mp13H 1003 રાત્રિની સમય બોડેલી પાસે મેરિયા બ્રિજ પાસેથી પસાર થતી હતી ત્યારે બ્રિજ ના છેડા ઉપર ટ્રક અકસ્માત સર્જાયો હતો અને ટ્રકનો આગળના ધરો તૂટી ગયો હતો અને આ ટ્રક નદીમાં ન પડતા આબાદ બચાવ થયો હતો ત્યાં તો થોડી જ વાર પછી પાછળથી છોટાઉદેપુર તરફથી બોડેલીની તરફ જઈ રહેલ ડોલોમાઈટ પાવડર ભરેલી ટ્રક નંબર Gj 06 AZ 9955 આ અકસ્માત થયેલા ટ્રકમાં ઘૂસી જતા ટ્રક ચાલક નો પણ આબાદ બચાવ થયો હતો ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા બોડેલી પોલીસને જાણ થતા બોડેલી પોલીસે રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો અને વહેલી સવારે આ બન્ને ટ્રક ને ક્રેન દ્વારા મેરિયા બ્રિજ ઉપર અકસ્માત થયેલા હટાવવા માટે ક્રેન ની મદદ થી આ ટ્રક હટાવવાની કામગીરી ચાલુ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here