બોડેલી : ચલામલીમાં ૮૨ દુકાનદારોએ કરાવેલ RT PCR ટેસ્ટિંગમાં ૧ કોરોના પોઝિટિવ આવ્યો

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણના કેસો અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર ઘ્વારા જાહેરનામું બહાર પડાતા વહીવટીતંત્ર જિલ્લાના પ્રત્યેક બુથોમાં ધંધો કરતા દુકાનદારો,લારી,ગલ્લા ધરાવતા તમામને તેમના કામદારો સાથે ગામના તલાટી,સરપંચ સાથે લાઇઝનીંગ કરી RTPCR ટેસ્ટિંગના કેમ્પોને તાત્કાલિક તબક્કાવાર ગોઠવી આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે બોડેલી તાલુકાના ચલામલી ગામે પીએચસી ખાતે RTPCR ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૮૨ જેટલા દુકાનદારો સહીત તેમના કામદારોએ ડર્યા વિના RTPCR ટેસ્ટ કરાવ્યો હતો.જેમના રિપોર્ટમાં એક ૪૨ વર્ષના દુકાનદારનો કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.નવાઈની વાત એ છે કે કોરોના પોઝિટિવ મળી આવેલ દુકાનદારમાં કોરોનાના કોઈ સિમટમ્સ જોવા મળ્યા નહોતા.પરંતુ RTPCR ટેસ્ટમાં તે દુકાનદાર કોરોના પોઝિટિવ આવ્યો હતો.આ દુકાનદારને હોમ આઇસોલેટ કરી જરૂરી દવાઓ આરોગ્ય કર્મચારી ઘ્વારા આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here