બોડેલી : ગાંધીના ગુજરાતમાં નસેડીઓની મોજ… ધાણકવાળા વિસ્તારમાં એક શખ્સ નશામાં ધૂત હોવાનો વિડિઓ વાઇરલ…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ હાલ સોસીયલ મડિયામાં બોડેલીનો એક વિડિઓ વાઇરલ થયો છે જે દારૂબંધીનાં લીરે લીરા ઉડાવી રહ્યો છે બોડેલીના ધાણકવાળા વિસ્તારમાં એક શખ્સ નશામાં ધૂત હોવાનો વિડિઓ સોસીયલ મીડિયા વાઇરલ થયો છે ધાણકવાળા વિસ્તારના જાહેર રસ્તા પર ટલ્લી થઇ લથડીયા ખાતા શખ્સનો વીડિઓ વાયરલ થયો છે . વાઇરલ થયેલ વિડિઓમાં નસો કરેલા શખ્સએ અહીંયાં થી જ પીધુ છે લેડીઝ આપે છે.તેમ જણાવ્યું હતું.

આ બાબતની જાણ કરાતા બોડેલી પોલીસને કરાતા પોલીસ સ્થળ પર પોહચી નશો કરેલા શખ્સની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે બોડેલી પોલીસ સ્ટેશન નજીકમાં ભરચક શાકમાર્કેટ પાસે જ દેશી દારૂનો અડ્ડા ચાલે છે આમ તો બોડેલી પોલીસ દારૂની ગાડીઓ પકડી ગુનો નોંધી સંતોષમાને છે પરંતુ પોલીસ સ્ટેશન પાસે જ દેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે તેના પર પોલીસ તવાઈ ક્યારે બોલાવશે તેવી પંથકમાં ચર્ચા જાગી છે.

બોડેલીના ધાણકવાળામાં છેલ્લા ઘણા સમયથી દેશીદારૂનું વેચાણ થાય છે તેમ સ્થાનિકો જાણવી રહ્યા છે બોડેલી પોલીસને વારંવાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતા કોઈ નક્કર પરિણામ ન આવતા સ્થાનિકોએ આ વીડિયો બનાવી સોશયલ મીડિયામાં વાઈરલ કર્યો હોવાનું લાગી રહ્યું છે.

સ્થાનિકોનું કહેવું છે કે બોડેલી પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી કરતી નથી. બોડેલી પોલીસ બુટલેગર સામે નક્કર પગલાં ભરી કડક કાર્યવાહી કરે અને ચાલી રહેલ દારૂનો અડ્ડો બંધ કરાવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here